________________ નવકારશીમાં તો વિશિષ્ટ આઈટમો જ ખવાય એક ધાર્મિક પ્રસંગમાં સવારે સામૂહિક નવકારશીનું આયોજન થયું હતું. નવકારશીની વ્યવસ્થામાં બે કાઉંટર રાખ્યા હતા. એક કાઉંટર ઉપર ખાખરો, મગ, પૂરી, મેથીનો મસાલો, સેવ, ચા, ઉકાળો રાખ્યા હતા. બીજા કાઉંટર પર દૂધીનો હલવો, ઈડલી, મેંદુવડા, ઢોસા, ચટણી, સાંભાર, કેસર-બદામ-પિસ્તાવાળું દૂધ, મસાલા વાળી ચા રાખ્યા હતા. મોટા ભાગના લોકો બીજા કાઉંટર પર જતા હતા. બહુ ઓછા લોકો પહેલા કાઉંટર પર જતા હતા. કારણ એ હતું કે લોકો એમ વિચારતા હતા કે, “પહેલા કાઉંટરની આઈટમો તો આપણે રોજ નવકારશીમાં ઘરે ખાઈએ છીએ. બીજા કાઉટરની આઈટમો આપણા ઘરમાં રોજ બનતી નથી. તેથી આજે નવકારશીમાં વિશિષ્ટ આઈટમો ખાઈ લઈએ. સામાન્ય આઈટમો તો રોજ ઘરમાં ખાઈએ જ છીએ અને ખાવાના જ છીએ.'' નવકારશી = સંસાર ઘર = અન્યગતિઓ ધાર્મિક પ્રસંગ = મનુષ્યગતિ પહેલા કાઉંટરની આઈટમો ખાખરો, મગ, વગેરે = સાંસારિક પ્રવૃત્તિઓ બીજા કાઉંટરની આઈટમો હલવો, ઈડલી વગેરે = ધાર્મિક પ્રવૃત્તિઓ. સંસારમાં ભમતા આપણે અન્યગતિઓમાં સાંસારિક પ્રવૃત્તિઓ જ મોટા ભાગે કરી છે, કેમકે ત્યાં ધર્મ બહુ ઓછો હોય છે. તેથી તે ગતિઓમાં આપણે ખાવા-પીવામાં મશગૂલ રહ્યા, ભોગવિલાસો ભોગવવામાં મસ્ત રહ્યા, ધન-સાધન-સામગ્રી ભેગી કરવામાં વ્યસ્ત રહ્યા, ઘર-પરિવારની પળોજણમાં ગળાડૂબ રહ્યા. મનુષ્યગતિમાં આવ્યા પછી આપણે એ બધુ કરવાનું નથી, પણ અહીં નવકારશીમાં તો વિશિષ્ટ આઈટમો જ ખવાય 83...