________________ કસમાંથી કોઈ પણ આઠ તપાસો એક વિદ્યાર્થી પરીક્ષા આપવા ગયો. પ્રશ્નપત્ર હાથમાં આવ્યું. તેણે તે વાંચ્યું. એક જગ્યાએ લખ્યું હતું, “દસમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબો લખો.” બીજા વિદ્યાર્થીઓ આ વાંચી ખુશ થયા, કેમકે પોતાને ન આવડતા બે પ્રશ્નોને છોડીને પોતાને આવડતા બાકીના આઠ પ્રશ્નોના જવાબો લખીને તેઓ માર્ક મેળવી શકતા હતા. આ વિદ્યાર્થીને ઉપરનું વાક્ય વાંચીને આનંદ ન થયો, પણ પોતાની મજાક જેવું લાગ્યું. તેણે વિચાર્યું, “શિક્ષક એમ સમજે છે કે અમને બધું નહીં આવડતું હોય એટલે આવો વિલ્પ આપ્યો. પણ આ તો મારી મજાક ઉડાવી કહેવાય, કેમકે મને તો બધા જવાબો આવડે છે. ખેર, કંઈ વાંધો નહીં. હું શિક્ષકની મજાક ઉડાવીશ.” આમ વિચારીને તેણે દસે દસ પ્રશ્નોના જવાબ લખી નાંખ્યા અને પછી ઉપર લખ્યું. “દસ જવાબો લખ્યા છે, કોઈ પણ આઠ તપાસો.” શિક્ષક તેનું પેપર તપાસતા આશ્ચર્ય પામ્યા. તેને ફૂલ માર્કસ આપ્યા. કહેવાની જરૂર નથી કે તે વિદ્યાર્થી પહેલા નંબરે પાસ થયો. કર્મસત્તા આપણી પરીક્ષા કરે છે. તે જાતજાતના ઉપસર્ગો અને પરિષહો ઊભા કરીને આપણને ડરાવે છે. તે આપણને કહે છે, “આમાંથી એંસી ટકા તારે સહન કરવાનું છે, વીસ ટકા માફ કરીશું.' ત્યારે ઠોઠ વિદ્યાર્થી જેવા જીવો આનંદ પામે છે કે, “હાશ ! વીસ ટકા માફ થયા.” પણ હોંશિયાર વિદ્યાર્થી જેવા પરાક્રમી જીવો કર્મસત્તાની વાત સાંભળીને નારાજ થાય છે. તેમને તેમાં પોતાનું અપમાન લાગે છે. દસમાંથી કોઈ પણ આઠ તપાસો