________________ લગ્ન કરવાના અભરખા હોય તેમણે લગ્નવિધિનું રહસ્ય બરાબર જાણવું જોઈએ, એક એક વિધિના સૂચનને લક્ષ્યમાં લેવું જોઈએ અને લગ્ન કરવાના વિચાર માંડી વાળવા જોઈએ તથા ચારિત્રપંથે પ્રયાણ કરવું જોઈએ. લગ્નજીવનમાં જીવનભર અશાંતિ છે, જ્યારે ચારિત્રજીવનમાં જીવનભર શાંતિ છે. ચારિત્રવિધિના પણ કેટલાક રહસ્યો છે. તે જાણી લઈએ તો ચારિત્ર લેવાના ઉમળકા જાગે - (1) ચારિત્રવિધિમાં દેવવંદન અને ગુરુવંદન કરવાનું હોય છે. તે સૂચવે છે કે, હવેથી મારે જીવન દેવ-ગુરુને સમર્પિત કરવાનું (2) ત્રણ પ્રદક્ષિણા પરમાત્માને અપાય છે. તે સૂચવે છે કે, જીવનભર મારે દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણ રત્નોની આરાધના કરવાની છે.” (3) વચ્ચે પરમાત્મા બિરાજમાન હોય છે. તે સૂચવે છે કે, “મારે પરમાત્મા બનવાનું છે.” (4) વેષપરિવર્તન કરાય છે. તે સૂચવે છે કે, “મેં સંસારના બધા સંબંધ હવે કાપી નાંખ્યા છે. મેં એક નવું શુદ્ધ અને પવિત્ર જીવન શરૂ કર્યું છે.' (5) કરેમિ ભંતે’ ઉચ્ચરાય છે. તે સૂચવે છે કે, “હવેથી હું ચોદ રાજલોકના બધા જીવોને અભયદાન આપું છું. હવેથી હું કોઈ પાપ નહીં કરું.” (6) માથાના વાળનો લોચ કરાય છે. તે સૂચવે છે કે, હું કષાયો અને કર્મોનો લોચ કરી મારા આત્મામાંથી તેમને કાઢી નાખીશ.” (7) નામકરણ થાય છે. તે સૂચવે છે કે, “સંસારી અવસ્થાની છેલ્લી ઓળખાણરૂપ જે નામ હતું તે પણ હવે મેં છોડી દીધું. હવે મારે સંસાર સાથે કોઈ સંબંધ નથી.” લગ્નવિધિના રહસ્યો ...79...