________________ લગ્નવિધિના રહસ્યો લગ્નવિધિના કેટલાક રહસ્યો સમજવા જેવા છે. જો આ રહસ્યો સમજાઈ જાય તો લગ્નની હોનારતથી માણસ બચી જાય. આ રહસ્યો જાણ્યા વિના માણસ લગ્નમાં ઝંપલાવે છે અને જીવનભર તેના નુકસાનોને વેઠે છે. (1) વરરાજા જાન લઈને કન્યાને પરણવા જાય ત્યારે સાસુ જમાઈને પોંખવા આવે છે. પહેલા તે હળથી જમાઈને પોંખે છે. તેના દ્વારા સૂચિત કરે છે કે, “લગ્ન પછી તમારે અને તમારી પત્નીએ જીવનભર સંસારરૂપી ખેતરમાં હળ ચલાવવાની મજૂરી કરવાની છે. હળને ચલાવવા બે બળદો જોઈએ, તેમ જીવનના હળને ચલાવવા તમે અને તમારી પત્ની બળદ જેવા બની જશો. માટે સમજુ હો તો હજી પાછા જતા રહો. લગ્નમાં પડવા જેવું નથી.” (ર) છતાં જમાઈ પાછા ફરતા નથી એટલે સાસુ રવૈયાથી જમાઈને પોંખે છે. તેનાથી સૂચિત કરે છે કે, “આ રવૈયો જેમ દહીંને વલોવી નાંખે છે તેમ લગ્ન કર્યા પછી તમે વલોવાઈ જશો. તમારી ઉપર દુઃખના ડુંગરો તૂટી પડશે. માટે હજી સમજીને પીછેહઠ કરી લો.” છતાં જમાઈરાજ હલતા નથી એટલે સાસુ તેમને તકલીથી પોંખે છે. તકલી એક સાધન છે જે રૂમાંથી દોરો બનાવવા ઉપયોગી બને છે. તેનાથી સાસુ સૂચિત કરે છે કે, “લગ્ન કર્યા પછી તકલી જેવો સંસાર તમને કાંતી નાખશે. તમને પીંખી નાંખશે. ત્યારે સાચું સમજાશે. માટે અગમચેતી વાપરી હજી સાવધાન થઈ જાવ.' (4) છતાં જમાઈ નથી સમજતા ત્યારે સાસુ જમાઈનું નાક ખેચે છે. તેનાથી સૂચિત કરે છે, “આટલું સમજાવવા છતાં નકટા થઈને શું મારી દીકરીને પરણવા આવ્યા છો હજી પાછા વળી જાવ.” (5) છતાં જમાઈ આગળ વધે છે અને સીધા કોડીયા પર મૂકેલા ઊંધા કોડીયા પર પગ મૂકીને તે બન્નેને ફોળીને આગળ વધે છે. તેનાથી એવું સૂચિત થાય છે કે, “લગ્ન કર્યા પછી તમારું નસીબ ફૂટી જવાનું છે.” લગ્નવિધિના રહસ્યો ...77...