________________ મહાત્માએ પૂછ્યું, “કેવી રીતે ?' યુવાનો બોલ્યા, “સાહેબ 2-3 વરસ પૂર્વે આપની પાસે અમે રાત્રીભોજનત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. અમારા બધાની દુકાન ઝવેરી બજારમાં છે. પ્રતિજ્ઞાનું પાલન કરવા અમારે સાંજે ચઉવિહાર કરવા મસ્જિદબંદરના ચઉવિહારહાઉસમાં જવાનું થાય. ગઈકાલે સાંજે અમે ચઉવિહારહાઉસમાં જમવા ગયા અને પાછળથી ઝવેરી બજારમાં બોમ્બવિસ્ફોટ થયો. તેમાં ઘણા લોકો મરી ગયા. અમે જો દુકાનમાં હોત તો કદાચ અમારી પણ એ દશા થાત. પણ ચઉવિહાર કરવા ગયેલા એટલે અમે આબાદ ઊગરી ગયા. ધન, માલ અને દુકાન નષ્ટ થયા, પણ જીવન બચી ગયું. જો આપે પ્રતિજ્ઞા ન આપી હોત તો આજે અમે મરી ગયા હોત. આપે પ્રતિજ્ઞા આપીને અમને માત્ર રાત્રીભોજનના પાપમાંથી જ નહીં પણ મૃત્યુમાંથી ઉગારી લીધા. એટલે આપના ઉપકારને યાદ કરી આભાર વ્યક્ત કરવા આપની પાસે આવ્યા છીએ.” પ્રતિજ્ઞાપાલનનો આવો મહિમા સાંભળીને મહાત્માને પણ આનંદ થયો. આ બન્ને પ્રસંગો-એક જૂનો અને બીજો નવો - આપણને શિખામણ આપે છે કે નાનકડા પણ નિયમનું પાલન કરવાથી આપણને અગણિત લાભ થાય છે. નિયમ, પ્રતિજ્ઞા, બાધા, વ્રત, પચ્ચખાણ વગેરેથી ડરતા આપણને આ બન્ને પ્રસંગો સરસ બોધ આપે છે. | માટે નિયમ પ્રત્યેની સૂગ, ભય, અણગમો દૂર કરી હોશે હોશે નિયમ લેવા. એક નાનકડો પણ નિયમ આપણું જીવન પરિવર્તિત કરી શકે છે. ગુણાનુરાગ-દોષાનુવાદ પોતાનામાં ગુણો હોય તેના કરતા બીજા પ્રત્યે ગુણાનુરાગ હોય તે ચડે. પોતાનામાં દોષો હોય તેના કરતા બીજાના દોષાનુવાદ કરે તે વધુ ખરાબ. ...76... ગુણાનુરાગ-દોષાનુવાદ