________________ નિયમ નાની, લાભ મોટો એક ચોર હતો. ચોરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ચલાવતો હતો. એક વાર તેને એક સંત મળ્યા. સંત તેને ઓળખી ગયા. સંતે તેને કહ્યું, “ચોરી બહુ મોટું પાપ છે. માટે તું ચોરી કરવાનું છોડી દે.” ચોર બોલ્યો, “મહારાજ ! ચોરી કરવાનું છોડી દઉં તો હું અને મારો પરિવાર ભૂખે મરીએ, કેમકે આ ગામમાં મને ચોર તરીકે બધા ઓળખે છે. તેથી મને કોઈ નોકરીએ નહીં રાખે. તેથી મારી આજીવિકા નહીં ચાલે. માટે ચોરી તો મારી આજીવિકાનું સાધન છે. તેને હું છોડી નહીં શકું. હું સ્વીકારી શકું એવી કોઈ બીજી વાત હોય તો કહો.” - સંતે થોડો વિચાર કરીને તેને કહ્યું, “ચોરી ન છોડી શકે તો કંઈ નહીં, તું જૂઠ બોલવાનું છોડી દે.” ચોર બોલ્યો, “મહારાજ ! પ્રતિજ્ઞા આપો કે આજથી હું સત્ય જ બોલીશ.” સંતે ચોરને પ્રતિજ્ઞા આપી. એક વાર રાત્રે ચોર ચોરી કરવા નીકળ્યો. નગરનો રાજા પણ તે જ રાત્રે ગુપ્તવેષમાં નગરચર્યા જોવા માટે નીકળ્યો. રસ્તામાં તેને ચોર મળ્યો. રાજાએ તેને પૂછયું, “ક્યાં જાય છે ?' ચોરને સત્ય બોલવાની પ્રતિજ્ઞા હોવાથી તે બોલ્યો, “રાજાના ઘરે ચોરી કરવા જાઉં છું.” રાજા આગળ ચાલ્યો. ચોર રાજમહેલમાં પેઠો. તિજોરીમાં 5 રત્નો હતા. ચોરે ત્રણ રત્નો લીધા. તે ઘરે પાછો આવ્યો. સવાર થઈ. મંત્રી તિજોરી પાસે આવ્યા અને જોયું કે ત્રણ રત્નો ચોરાઈ ગયા છે. મંત્રીએ વિચાર્યું, “બાકીના બે રત્નો હું લઈ લઉં. ચોરીનો આરોપ તો ચોર પર લાગશે.” મંત્રીએ બે રત્નો ચોરી લીધા અને ઘરભેગા કર્યા. નિયમ નાનો, લાભ મોટો