________________ રાજાએ તિજોરી જોઈ. પાંચે રત્નો ચોરાઈ ગયા હતા. રાજાએ ચોરને બોલાવ્યો. તેને પૂછ્યું, “કેટલા રત્નો ચોર્યા હતા ?' ચોર બોલ્યો, “ત્રણ.” રાજાને તેની સત્યવાદિતા પર વિશ્વાસ હતો. રાત્રે રાજાના પ્રશ્નના જવાબમાં તે સાચું બોલ્યો હતો કે, હું રાજાને ત્યાં ચોરી કરવા જાઉં છું.” રાજાએ વિચાર્યું કે, “બાકીના બે રત્નો કોણ લઈ ગયું ?' સૈનિકોને પૂછ્યું, “સવારે તિજોરી પાસે સૌથી પહેલા કોણ આવ્યું હતું? સૈનિકોએ કહ્યું, ‘મંત્રી આવ્યા હતા.” રાજાએ મંત્રીને બોલાવ્યા, બીજી બાજુ મંત્રીના ઘરે સૈનિકો મોકલી તેના ઘરની તપાસ કરાવી. મંત્રીને રાજાએ પૂછ્યું, “તમે બે રત્નો લીધા છે ?' મંત્રીએ “ના” પાડી. એટલામાં સૈનિકો મંત્રીના ઘરેથી બે રત્નો લઈ આવ્યા અને રાજાને આપ્યા. રાજાએ મંત્રીને રત્નો બતાવ્યા. મંત્રીની ચોરી પકડાઈ ગઈ. રાજાએ મંત્રીને નોકરીમાંથી કાઢી નાખ્યો અને કેદખાનામાં પૂર્યો. રાજાએ ચોરની સત્યવાદિતાથી પ્રભાવિત થઈ તેને મંત્રી બનાવ્યો. નવા મંત્રીની સલાહ-સૂચનથી રાજા અને પ્રજા સુખી અને સમૃદ્ધ બની. નવા મંત્રીએ હવે ચોરી કરવાનું કાયમ માટે છોડી દીધું. આમ સત્ય બોલવાની એક નાની પ્રતિજ્ઞાથી ચોરના જીવનમાં ચોરીનું મહાપાપ દૂર થાય છે અને તે મંત્રીપદ પામે છે. વર્તમાનમાં બનેલો એક પ્રસંગ - એક મહાત્માએ પ્રવચનમાં રાત્રી ભોજનની ભયંકરતા સમજાવી તેનો ત્યાગ કરવાની પ્રેરણા કરી. ઘણાએ રાત્રીભોજનત્યાગની પ્રતિજ્ઞા લીધી. તેમાં કેટલાક યુવાનો પણ હતા. 2-3 વરસ પછી તે યુવાનો તે મહાત્મા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “સાહેબ ! આપ અમને મરતા બચાવી લીધા.” નિયમ નાનો, લાભ મોટો ..75...