Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 82
________________ જો માણસ પેટને તિજોરી સમજે અને તિજોરીના નિયમો પેટને લગાડે તો તેનું શરીર, મન અને આત્મા બધા સ્વસ્થ રહે. પેટ માટેના નવા નિયમો આ પ્રમાણે છે - (1) પેટમાં જરૂર પૂરતું ભોજન જ પધરાવવું, નકામો કચરો નહીં. (2) મોટું વારંવાર ખુલ્લુ ન કરવું, પણ દિવસમાં જરૂર પૂરતા બે કે ત્રણ ટંક જ ભોજન કરવું. ભોજનમાં નિયમિત રહેવું. પ્રમાણસરનું જ ભોજન કરવું. વધુ પડતો ખોરાક ન લેવો. પેટને ખૂબ સાચવવું. પેટ ન બગડે તે માટે ખૂબ સાવધાન રહેવું. પેટ જો સ્વસ્થ હશે તો આરોગ્ય જળવાશે, શરીર તંદુરસ્ત રહેશે અને જીવન સુખ-શાંતિમય બનશે. (4) મોટું ઘરમાં જ ખોલવું. પેટ ઘરમાં જ ભરવું. બહાર ગમે ત્યાં મોટું ખોલવું નહીં અને ગમે તે વસ્તુથી પેટ ભરવું નહીં. (5) પોતાની ખાવાની કે પચાવવાની શક્તિની જાહેરાત કે પ્રદર્શન ન કરવા. તિજોરીને બરાબર સાચવનાર જેમ સમૃદ્ધ અને સુખી બને છે તેમ પેટને બરાબર સાચવનાર સ્વસ્થ અને સુખી બને છે. આજસુધી ભલે પેટની સાથે કચરાપેટી જેવો વ્યવહાર કર્યો, હવેથી પેટને તિજોરી માનીએ, તિજોરીની જેમ તેની સારસંભાળ રાખીએ અને શારીરિક, માનસિક અને આત્મિક સ્વસ્થતાને પામીએ. તિજોરીની સાથે કચરાપેટી જેવો વ્યવહાર કરનાર માણસ દરિદ્ર બન્યા વિના રહેતો નથી. પેટને કચરાપેટી માનનાર માણસ રોગી બન્યા વિના રહેતો નથી. ' તિજોરીને માણસ તિજોરી જ માને છે, તિજોરીને કચરાપેટી માનવાની મૂર્ખાઈ તે કરતો નથી. એમ પેટને પણ તિજોરી માનીને માણસે પોતાની બુદ્ધિમત્તા પુરવાર કરવી જોઈએ, તેને કચરાપેટી માનીને પોતાની મૂર્ખાઈનું પ્રદર્શન ન કરવું જોઈએ. તિજોરીની કાળજી રાખો *..73...

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114