________________ જાગ્રત થાય અને આત્માને શુભ કાર્ય કરાવે. ખરાબ નિમિત્તોની નજીક પણ ન જવું, કેમકે ખરાબ નિમિત્તો ખરાબ સંસ્કારોને જાગ્રત કરી આત્માને અશુભ કાર્યમાં પ્રેરે છે અને તેથી તે ખૂબ નુકસાનીમાં ઉતારે છે. જે ખરાબ સંસ્કારો ભૂતકાળમાં આત્મામાં પડી ગયા છે તેમને પ્રતિપક્ષી ભાવના અને આરાધના દ્વારા કાઢી નાખવા. આમ શુભકાર્યમાં આગળ વધેલો અને અશુભકાર્યથી અટકેલો આત્મા ધર્મારાધના વેગથી કરે છે અને પાપોને છોડી દે છે. ચાલો, શરીરની બદલે આત્માનું જતન કરીએ, શુભ નિમિત્તોનું સેવન કરીએ અને અશુભ નિમિત્તોથી અળગા રહીને અશુભ સંસ્કારોને ડિલીટ કરીએ. * * * * * વિદેશમાં કંદમૂળત્યાગ ભારતના એક જૈન ભાઈ કેનિયામાં વસેલા. તેમને ક્રિકેટ રમવાનો શોખ. કેનિયાની ક્રિકેટમાં ઈન્ટરનેશનલ ટીમમાં તેમની પસંદગી થઈ. ઘણા વર્ષો સુધી તે ક્રિકેટ રમ્યા. ક્રિકેટ રમવા વિદેશ પણ જતા. લગભગ અડધું વિશ્વ તેમણે ફરી લીધેલું. તેમનો એક નિયમ હતો. કંદમૂળ ન ખાવું. વિદેશોમાં જવા છતાં તેમણે ક્યારેય આ નિયમ તોડ્યો નહોતો. આખો દિવસ મેદાનમાં ક્રિકેટ રમવાનું અને ખાવાનું શુદ્ધ શાકાહારી અને તે પણ કંદમૂળ વિનાનું. વિદેશની ભૂમિ પર રહીને આ કંદમૂળત્યાગનો નિયમ પાળવો અઘરો છે. છતાં તે ભાઈએ અડગપણે તે નિયમ પાળ્યો હતો. ઘણીવાર તો તેઓ દૂધ અને ફૂટ દ્વારા ચલાવી લેતા. એક વાર તેઓ ન્યૂઝીલેન્ડ ગયા. ત્યાં બધી વસ્તુમાં નોનવેજ આવે. તેમણે તપાસ કરી. ર૦૦ કિ.મી. દૂરના સ્થાને કંદમૂળ વિનાનું શાકાહારી ભોજન મળતું હતું. દરરોજ સાંજે તે 200 કિ.મી. દૂર તે સ્થાને ભોજન કરવા જતા. આમ તેમણે અખંડપણે નિયમ પાળ્યો હતો. ભારતમાં તો કંદમૂળ વિનાનું ભોજન બહુ જ સુલભ છે. આ ભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ કંદમૂળત્યાગ નો નિયમ લઈએ અને તેને અખંડપણે પાળીએ. વિદેશમાં કંદમૂળત્યાગ ...71...