________________ તેમને શુદ્ધ કરવાની મહેનત કર્યા કરે છે. આત્મા કાયમ માટે શુદ્ધ થઈ શકે છે. છતાં માણસ આત્માને શુદ્ધ કરવાની ઉપક્ષા કરે છે. આ તેનું ગાંડપણ જ છે. આજ સુધી આપણે પણ આવા જ ગાંડપણના કારણે સંસારમાં ભમતા રહ્યા છીએ. માટે હવે ડાહ્યા બનીએ. આત્માની શુદ્ધિ મહત્ત્વની છે એવું હૃદયમાં બરાબર બેસાડી દઈએ. આત્માને શુદ્ધ કરવાની તનતોડ અને મનમોડ મહેનત કરીએ. વહેલી તકે આત્માને સંપૂર્ણ શુદ્ધ બનાવીએ. * * * * * પ્રભુની માન્યતા પ્રમાણે ચાલવું સામો ગાળ આપે ત્યારે ગુસ્સો કરીને તેને ચૂપ કરનારને દુનિયા બુદ્ધિશાળી અને શક્તિશાળી માને છે. સામો ગાળ આપે ત્યારે ગુસ્સો નહીં કરીને પોતે ચૂપ રહેનારને દુનિયા મૂરખ અને નબળો માને છે. આપણે દુનિયાની માન્યતા મુજબ ન ચાલવું. આપણે દુનિયાથી અલગ પ્રભુની માન્યતા મુજબ ચાલવું. સામો ગાળ આપે ત્યારે ગુસ્સો કરનારને પ્રભુ મૂરખ અને કાયર કહે છે. સામો ગાળ આપે ત્યારે શાંત રહેનારને પ્રભુ હોંશિયાર અને સત્ત્વશાળી કહે છે. દુનિયાની માન્યતા મુજબ ચાલીશું તો આપણે દુનિયામાં રહીશું. દુનિયાથી અલગ રીતે ચાલશું તો આપણે દુનિયાથી અલગ થઈ શકીશું. (મોક્ષમાં જઈ શકીશું.) પ્રભુની માન્યતા પ્રમાણે ચાલવું