________________ (39) શિક્ષક બ્લેકબોર્ડ પર નવું લખાણ કરતા પૂર્વે ડસ્ટરથી બોર્ડની શુદ્ધિ કરે છે. (40) માણસ અનાજ દળાવતા પૂર્વે કાંકરા વીણીને અને ચાળીને અનાજની શુદ્ધિ કરે છે. (41) ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીઝ, ટી.વી. વગેરે યાત્રિક સાધનોની અવસરે અવસરે તે શુદ્ધિ કરે છે. (42) સ્કૂલો, કોલેજો, દુકાનો, ઓફિસો, સભાગૃહો, કોમ્યુનિટિ હોલ વગેરેની તે શુદ્ધિ કરે છે. આમ અનેક વસ્તુઓની માણસ અનેક રીતે શુદ્ધિ કરે છે. પણ તે વસ્તુઓ ફરી મેલી થાય છે. માણસ ફરી તેમને સાફ કરે છે. આમ વારંવાર મેલી થતી વસ્તુઓને વારંવાર શુદ્ધ કરવામાં તે પોતાનું જીવન પૂરું કરે છે. આશ્ચર્યની વાત એ છે કે બાકી બધી વસ્તુઓની શુદ્ધિ કરનારો માણસ પોતાની જ શુદ્ધિ કરતો નથી. પોતાની એટલે આત્માની. આત્મા કર્મો, દોષો, કુસંસ્કારો, પાપો, ભૂલો વગેરેથી મેલો છે એની એને ખબર પણ નથી. આલોચના, પ્રાયશ્ચિત્ત, ક્ષમાપના, દુષ્કતગ, પ્રતિક્રમણ, ધર્મારાધના વગેરેથી આત્મા પર લાગેલી અશુદ્ધિ દૂર થઈ જાય છે અને આત્મા શુદ્ધ બની જાય છે એ તે જાણતો નથી. એક વાર સંપૂર્ણ રીતે શુદ્ધ બનેલા આત્માને ફરી આ મેલો લાગતા નથી. માટે આત્માને વારંવાર શુદ્ધ કરવો પડતો નથી. એક વાર મહેનત કરીને આત્માને સંપૂર્ણ શુદ્ધ બનાવી દેવાય તો કાયમની નિરાંત થઈ જાય. પણ આ બધું જાણતો ન હોવાના કારણે અથવા જાણતો હોવા છતાં મોહ, પ્રમાદ, ઉપેક્ષા વગેરેના કારણે માણસ આત્માને શુદ્ધ કરતો જ નથી. પરિણામે તે સંસારમાં ભટક્યા કરે છે અને તેનો આત્મા વધુ ને વધુ મેલો થતો જાય છે. માણસ બાહ્યશુદ્ધિ ઘણી કરે છે, પણ આંતરશુદ્ધિ તરફ તેનું લક્ષ્ય જ નથી. વસ્તુઓ ક્યારેય કાયમ માટે શુદ્ધ થતી નથી. છતાં માણસ વારંવાર ...68... બધાને શુદ્ધ કરનારો પોતે અશુદ્ધ