________________ બધાને શુદ્ધ કરનારો પોતે અશુદ્ધ માણસ પોતાના જીવનમાં ઘણી વસ્તુઓની શુદ્ધિ કરે છે - (1) સવાર પડે અને દાતણ કે બ્રશ કરીને તે મુખશુદ્ધિ કરે છે. (2) ટોઈલેટ-બાથરૂમમાં જઈ તે મળ-મૂત્રની શુદ્ધિ પણ કરે છે. (3) સ્નાન કરીને તે દેહશુદ્ધિ કરે છે. (4) કપડા ધોઈને કે ધોવડાવીને તે વસ્ત્રશુદ્ધિ કરે છે. (5) વાસણ ધોઈને કે ધોવડાવીને તે વાસણની શુદ્ધિ કરે છે. (6) ઝાપટ-ઝપટ કરીને કે કરાવીને તે ફર્નિચરની શુદ્ધિ કરે છે. (7) ઝાડું-પોતા કરીને તે કરાવીને તે ઘરની શુદ્ધિ કરે છે. (8) જાતે કે મોચી પાસે જઈને તે બૂટ-ચંપલની શુદ્ધિ (પોલીશ) કરે છે. (9) પાણીથી કે તેવા પ્રવાહીથી તે ચશ્માની શુદ્ધિ કરે છે. (10) નોકર પાસે તે પોતાના સાઈકલ, સ્કુટર, બાઈક, ગાડી વગેરે વાહનોની શુદ્ધિ કરાવે છે. (11) દિવાળી વગેરે પર્વો આવે ત્યારે તે ધોઈને અને નકામી વસ્તુઓ કાઢી નાંખીને ઘરની વિશેષ રીતે શુદ્ધિ કરે છે. (12) કિર્તિ ફેલ થઈ ગઈ હોય તો ડાયાલીસીસ કરાવીને તે લોહીની શુદ્ધિ કરાવે છે. (13) નેહી-ધોતી વગેરે દ્વારા તે કફની અને શરીરમાં રહેલ બીજા બગાડની શુદ્ધિ કરે છે. (14) કબજિયાત હોય તો એનિમા લઈને તે આંતરડાની શુદ્ધિ કરે છે. (15) નવું વર્ષ આવે એટલે તે હિસાબ (એકાઉન્ટ) ની શુદ્ધિ કરે છે. (16) એન્ટિવાયરસ દ્વારા તે સીડી, ડીવીડી, પેનડ્રાઈવ, કોમ્યુટર, હાર્ડડિસ્ક વગેરેમાં લાગેલા વાયરસની શુદ્ધિ કરે છે. (17) અવસરે અવસરે તે મોબાઈલમાં સ્ટોર થયેલ નકામા નંબરો અને મેસેજોને ડિલીટ કરીને મોબાઈલની શુદ્ધિ કરે છે. બધાને શુદ્ધ કરનારો પોતે અશુદ્ધ ...66...