________________ તિજોરીની કાળજી રાખો (1) (1) માણસ તિજોરીમાં કિંમતી વસ્તુ રાખે છે, કચરો નહીં. (2) માણસ તિજોરી હંમેશા બંધ રાખે છે, ખુલ્લી નહીં. જરૂર પડે ત્યારે જ તે તિજોરી ખોલે છે. કામ પતે કે તરત તે તિજોરી બંધ કરી દે છે. (3) માણસ તિજોરીનું ખૂબ રક્ષણ કરે છે, કેમકે તિજોરી સલામત હોય તો તેનું જીવન સલામત છે. જો તિજોરી લુટાઈ જાય તો માણસ બરબાદ થઈ જાય છે. માણસ તિજોરીને જાહેરમાં નથી રાખતો, પણ ગુપ્ત સ્થાનમાં રાખે છે. માણસ તિજોરીમાં રહેલ મિલકત કોઈને બતાવતો નથી, તેની જાહેરાત કરતો નથી. તિજોરીની બાબતમાં માણસ ઉપરના નિયમોનું કડક રીતે પાલન કરે છે. પેટની બાબતમાં માણસના નિયમો આનાથી વિપરીત છે - પેટમાં માણસ કચરો ભરે છે, સારી વસ્તુ નહીં. મોટું એ પેટનો દરવાજો છે. માણસ પેટના આ દરવાજાને હંમેશા ખુલ્લો રાખે છે. જરૂર વગર પણ તે તેમાં ભોજન પધરાવે છે. પેટ ભરાઈ ગયા પછી પણ તે હદઉપરાંત ખાય છે. માણસ પેટનું જરાય રક્ષણ કરતો નથી. તેથી તેનું પેટ બગડે છે. પેટ બગડવાથી તેનું શરીર બગડે છે. શરીર બગડવાથી તેનું જીવન બગડે છે. માણસ ઘરમાં નથી ખાતો, પણ બહાર હોટેલ, રેંકડી, લારી વગેરેમાં ખાય છે. (5) માણસ પોતે કેટલું ખાધું અથવા પોતે કેટલું ખાઈ શકે છે ? તેના જાહેરાત અને પ્રદર્શન કરે છે. આમ પેટને માણસ કચરાપેટી સમજે છે. તેથી જ ઉપરના નિયમોનું પાલન કરવાથી તેનું આરોગ્ય બગડે છે અને શરીરની માવજતમાં તેની જિંદગી અને મૂડી બે ય પૂરા થઈ જાય છે. (2) (3) ...72... તિજોરીની કાળજી રાખો