________________ આમ ચારિત્રવિધિના રહસ્યો જણાશે તો ચારિત્રનો ભય ભાગી જશે. ચાલો, લગ્નવિધિના રહસ્યો જાણીને લગ્નજીવનનો ભય ઊભો કરીએ અને ચારિત્રવિધિના રહસ્યો જાણીને ચારિત્રજીવનનો પ્રેમ ઊભો કરીએ. લગ્ન ટળશે, ચારિત્ર મળશે. આગળ કલ્યાણ જ કલ્યાણ થશે. * * * * * લાઈટ ડિમ કરવાથી અકસ્માત અટકે રાત્રે હાઈવે પર સામેથી આવતી ટ્રકની લાઈટ ફૂલ હોય ત્યારે જતી ટ્રકની લાઈટ પણ જો ફૂલ હોય તો બન્ને ડ્રાઈવરોની આંખો અંજાઈ જાય, બન્નેને કંઈ દેખાય નહીં અને ભયંકર એક્સિડન્ટ થાય, જેમાં બન્ને મોતને ઘાટ ઊતરી જાય. જો બન્ને ટ્રકોની કે બન્નેમાંથી એક ટ્રકની લાઈટ ડિમ હોય તો બન્ને ડ્રાઈવરોને કે બન્નેમાંથી એક ડ્રાઈવરને બરાબર દેખાય અને અકસ્માત થતો અટકી જાય. પરિણામે બન્ને બચી જાય. જીવનમાં પણ આ ફોર્મ્યુલા લગાડવા જેવો છે. બે વ્યક્તિ સામસામે આવી જાય અને બન્ને ગુસ્સામાં આવી જાય તો બન્નેને પોતાનું હિત ન દેખાય, બન્ને ઝઘડી પડે, મારામારી સુધી પહોચે અને અશુભકર્મો બાંધી દુર્ગતિમાં પટકાય. જો બન્ને વ્યક્તિઓ ગુસ્સાને ડિમ કરી નાંખે અથવા બન્નેમાંથી એક વ્યક્તિ ગુસ્સાને ડિમ કરી નાખે, તો બન્નેને કે એકને પોતાનું હિત દેખાય અને ઝઘડો, મારામારી થતા અટકી જાય. પરિણામે બન્ને દુર્ગતિપતનથી બચી જાય. જીવનમાં અખતરા ઘણા કર્યા. આ પણ એક અખતરો કરી જોઈએ તો ઘણો ખતરો દૂર થઈ જશે. ...80... લાઈટ ડિમ કરવાથી અકસ્માત અટકે