________________ તેઓ વિચારે છે, “કર્મસત્તા એમ સમજે છે કે હું નમાલો છું, ડરપોક છું, કાયર છું માટે વીસ ટકા માફ કરે છે. પણ હું તો બધું સહન કરવા તૈયાર છું. મારે કોઈ માફી જોઈતી નથી. હું પણ કર્મસત્તાની મજાક ઉડાવું.” આમ વિચારીને તેઓ કર્મસત્તાની સામે પડકાર ફેકે છે, હું સોએ સો ટકા સહન કરવા તૈયાર છું. તારે તપાસવું હોય તો તપાસી લેજે. મારી સમતા ક્યાંય ખંડિત નહીં થાય. મારી સમતા હંમેશા અકબંધ રહેશે.” શૂરવીર જીવના આ પડકારથી કર્મસત્તા ખુશ થાય છે અને તેને પૂરા માર્ક્સ આપે છે એટલે કે મોક્ષે મોકલી દે છે. આપણે કેવા - ઠોઠ વિદ્યાર્થી જેવા કે હોંશિયાર વિદ્યાર્થી જેવા ? કાયર કે શૂરવીર ? ઠોઠ વિદ્યાર્થી જેવા કે કાયર બનવામાં આપણી મજાક ઊડે છે, આપણે હાંસીપાત્ર બનીએ છીએ અને સંસારમાં આપણું પરિભ્રમણ ચાલુ રહે છે. હોંશિયાર વિદ્યાર્થી જેવા કે શૂરવીર બનવામાં આપણે કર્મસત્તાની મજાક ઉડાવી શકીએ છીએ, તેના પાશોમાંથી છૂટી શકીએ છીએ અને કાયમ માટે મુક્ત બની શકીએ છીએ. એક મહત્ત્વની વાત સમજવા જેવી છે - પ્રશ્નપત્રમાં લખ્યા મુજબ દસમાંથી કોઈપણ આઠ પ્રશ્નોનો જવાબ લખનાર વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થઈ જાય છે પણ કર્મસત્તાની પરીક્ષામાં પાસ થવા માટે બધા પ્રશ્નોના જવાબો આવડવા જરૂરી છે, એક પણ પ્રશ્ન છોડી શકાય તેમ નથી. એટલે કે બધી પ્રતિકૂળતાઓને સમભાવે સહન કરવાની તૈયારી જરૂરી છે. * * * * * દસમાંથી કોઈ પણ આઠ તપાસો