________________ * પ્રેરણા : તેમણે મુ. જિનવલ્લભવિ.મ. ને દીક્ષા વખતે અભિગ્રહ આપેલો કે, “તારે 25 વર્ષમાં સો ઓળી પૂરી કરવાની.” મુ. જિનવલ્લભવિ. મહારાજે એક વર્ષીતપ કર્યો. તેથી ર૬ વર્ષમાં સો ઓળી પૂરી કરી. * સંયમચુસ્તતા : મુ. ધર્મગુમવિજયજી મ. જરા ય અસંયમ ચલાવે નહીં. વિહારમાં કોઈ માણસ રાખવાનો નહીં. બધી ઉપાધિ સાધુઓ પોતે જ ઊંચકે. તેમની તબિયત બગડ્યા પછી વીલચેરમાં ન છૂટકે વિહાર કરવા પડ્યા ત્યારે પણ વીલચેરમાં જરૂર પૂરતી જ ઉપાધિ રાખવાની, બાકીનું સાધુઓએ ઊંચકવાનું. તેઓ શિષ્યોને મોજાનો ઉપયોગ ન કરતા ઊઘાડા પગે ચાલવાની પ્રેરણા કરતા. આવી હતી તેમની સંયમકટ્ટરતા. * ભાવાંજલિ : જીવનભર માથાની પીડા અને છેલ્લા દસ વર્ષ પથારીવશપણું સમતાપૂર્વક તેમણે સહન કર્યું. તેમની આ સાધના સામે મસ્તક ઝૂકી જાય છે. તેઓ એક મહાન, ઉમદા, આદર્શરૂપ સંયમજીવન જીવી ગયા કે જે આ કાળમાં બહુ મુશ્કેલ લાગે. આપણા જીવનમાં પણ તેમના જેવી સાધના, ગુણો અને સમતા આવે એવી પ્રભુને પ્રાર્થના. સમતાનિધિ તે મહાપુરુષના ચરણોમાં કોટિ કોટિ વંદન. તેમના સંયમજીવનની ખૂબ ખૂબ અનુમોદના. * વિનંતિ : તેમને ભાવભરી વિનંતિ કે મહાવિદેહક્ષેત્રમાંથી આપણી ઉપર એવી કૃપા વરસાવે કે આપણે પણ તેમના જેવા બનીએ. આંબાવાડી જૈન શ્વે. મૂ. સંઘે દસ વર્ષ સુધી ઊછળતા ભાવ સાથે તેમની જે વૈયાવચ્ચ કરી છે તેની પણ ખૂબ ખૂબ અનુમોદના. * શિષ્ય પર કૃપાઃ મુ. જિનવલ્લભવિજયજી મહારાજે સંસારી અવસ્થામાં આયંબિલ કર્યા ન હતા. એક વાર ગુરુદેવે એક શ્રાવક સાથે આયંબિલ કરવા તેમને મોકલ્યા. આયંબિલનું ભોજન કેવું હોય ? તેની મુમુક્ષુને ખબર નહીં. તેની ઉમર ત્યારે 13 વર્ષની હતી. મુમુક્ષુએ થાળીમાં બધી વસ્તુ લઈ લીધી. પછી ચાખતા ખબર પડી કે આ બધુ તો બાફેલું છે, ફિક્યું છે. તેમને કંઈ પણ પર... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર