________________ ગળે ઊતરતું ન હતું. બાજુમાં બેઠેલા ભાઈએ કહ્યું, “એઠું ન મૂકાય.” મુમુક્ષુ તો સંકટમાં પડ્યો, “પેટમાં જતું નથી, એઠું મૂકાય તેમ નથી. શું કરવું? તેણે થાળીની વસ્તુઓ વાટકીમાં નાંખી પાટલા નીચે મૂકી દીધી. પછી થાળી ધોઈને તે ઊભો થઈ ગયો. આ જ મુમુક્ષુ કે જેનાથી એક આયંબિલ પણ થતું ન હતું તેને મુ. ધર્મગુપ્તવિજયજી મહારાજે પ્રેરણા કરીને તેની પાસે પાયો નંખાવ્યો અને દીક્ષા પછી ઓળીઓ કરાવી. આજે મુ. જિનવલભવિજયજી મ.ને 100 + 83 ઓળી પૂરી થઈ ગઈ છે. એક આયંબિલ પણ ન કરી શકનાર આટલી બધી ઓળીઓ કરી જાય એ ગુરુકૃપાનું જ ફળ છે. | મુ. જિનવલ્લભવિજયજી મ. ના જીવનમાં પણ ગુરુદેવનો પ્રભુભક્તિનો ગુણ ઊતર્યો છે. તેઓ દરરોજ જિનાલયમાં સવારે બે કલાક અને સાંજે એક કલાક પ્રભુભક્તિ કરે છે. ગુરુદેવ તરફથી મળેલ પ્રભુભક્તિનો વારસો તેમણે સાચવી રાખ્યો છે. ધન્ય ગુરુ ! ધન્ય શિષ્ય ! ધન્ય જિનશાસન ! * * * * * મૂર્ખાઈ ધનથી આ ભવમાં થોડા સમય માટે થોડું સુખ મળે છે. એ ધનને કમાવા માટે કરેલા પાપોથી તિર્યંચગતિ અને નરકગતિમાં લાંબા સમય સુધી ભયંકર દુઃખો સહન કરવા પડે છે. થોડા સમયના થોડા સુખ માટે ઘણા સમયના ઘણા દુઃખને સ્વીકારવું એમાં બુદ્ધિમત્તા નથી પણ મૂર્ખાઈ છે. મૂર્ખાઈ 53...