________________ પ્રતિબંધકને અપનાવી, ઉત્તેજકને છોડો અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, દઝાડવાનો છે અને તાપ આપવાનો છે. જે અગ્નિની નજીક જાય છે તેને અગ્નિ તપાવે છે. જે અગ્નિને અડે છે તેને અગ્નિ દઝાડે છે. જે અગ્નિમાં ઝંપલાવે છે તેને અગ્નિ બાળીને રાખ કરી નાખે છે. આમ અગ્નિનું કાર્ય બાળવાનું, દઝાડવાનું અને તાપ આપવાનું છે. ચન્દ્રકાન્તમણિ એ પ્રતિબંધક છે. પ્રતિબંધક એટલે કાર્યને અટકાવનાર. ચન્દ્રકાન્ત મણિ અગ્નિના કાર્યને અટકાવે છે. જ્યાં અગ્નિ હોય ત્યાં જો ચન્દ્રકાન્ત મણિને મૂકી દેવાય તો એ ચન્દ્રકાન્ત મણિની હાજરીમાં અગ્નિ બાબતો નથી, દઝાડતો નથી અને તાપ આપતો નથી. આમ ચન્દ્રકાન્ત મણિના પ્રભાવથી અગ્નિનો સ્વભાવ ઢંકાઈ જાય છે. ચન્દ્રકાતમણિની ઉપસ્થિતિમાં અગ્નિ કંઈ પણ કરી શકતો નથી. આ સૂર્યકાન્તમણિ એ ઉત્તેજક છે. ઉત્તેજક એટલે તેજ વધારનાર, પ્રભાવ વધારનાર. સૂર્યકાન્ત મણિ અગ્નિના પ્રભાવને વધારે છે. જ્યાં અગ્નિ હોય ત્યાં જો સૂર્યકાંત મણિને મૂકી દેવાય તો તેનાથી અગ્નિની બાળવાની, દઝાડવાની અને તાપ આપવાની શક્તિ વધી જાય છે. આમ સૂર્યકાન્ત મણિથી અગ્નિના કાર્યમાં અનેકગણી વૃદ્ધિ થાય છે. સૂર્યકાન્ત મણિની ઉપસ્થિતિમાં અગ્નિ વધુ શક્તિશાળી બની જાય છે. અગ્નિ = સંસારની તકલીફો ચન્દ્રકાન્ત મણિ = પરમાત્મા સૂર્યકાન્ત મણિ = સંસારી સ્વજનો, સંસારી લોકો. તકલીફોનો સ્વભાવ છે જીવોને હેરાન કરવાનો, પીડિત કરવાનો, દુઃખી કરવાનો. તકલીફ આવવાની હોય તે પહેલા જ જીવ તેની કલ્પનાથી સંતાપ પામે છે. તકલીફ આવતા તે દુઃખી થાય છે. તકલીફોથી ઘેરાઈ જતા તે હેરાન-પરેશાન થઈ જાય છે. પરમાત્મા પ્રતિબંધક છે એટલે કે તકલીફોના કાર્યને અટકાવનાર છે. તકલીફો તો પૂર્વના અશુભકર્મોના ઉદયે આવવાની જ છે. પણ ત્યારે જો ...54... પ્રતિબંધકને અપનાવો, ઉત્તેજકને છોડો