________________ આ પ્રસંગ આપણને સરસ બોધ આપે છે - પ્રભુ પર જે શ્રદ્ધા રાખે છે તેની ઉપર પ્રભુની કૃપા વરસે છે. આપણા જીવનમાં પણ અનેક પ્રસંગો બનતા હોય છે જેમાં આપણે પ્રભુને, ગુરુને કે ધર્મને ગૌણ બનાવી દેતા હોઈએ છીએ. તેમ કરવાથી આપણે બમણી નુકસાનીમાં ઊતરીએ છીએ. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની આપણી શ્રદ્ધા મંદ પડે છે અને સંસારમાં પણ કોઈ લાભ થતો નથી. ઉપરના પ્રસંગમાંથી પ્રેરણા લઈને હવે આપણે નક્કી કરવાનું છે કે, આપણા જીવનમાં ગમે તેવી ઉથલપાથલો આવે તો પણ દેવ-ગુરુ-ધર્મને તો આપણે મુખ્ય જ રાખીશું, ક્યારેય તેમને ગૌણ નહીં બનાવીએ.” આવા સંકલ્પથી આપણને બમણો લાભ થશે- દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની આપણી શ્રદ્ધા અકબંધ રહેશે - મજબૂત બનશે અને સંસારની ઉથલપાથલો થાળે પડી જશે. આપણે જેને વફાદાર રહીએ તે આપણું ધ્યાન રાખે. આપણે જેને બેવફા બનીએ તે આપણું ધ્યાન ક્યાંથી રાખે ? દેવ-ગુરુ-ધર્મને વફાદાર રહેવાથી સૌ સારા વાના થાય છે. | દેવ-ગુરુ-ધર્મને બેવફા બનવાથી પાયમાલી થાય છે. દેવ-ગુરુ-ધર્મનું આપણા જીવનમાં એવું સ્થાન હોવું જોઈએ જે બીજું કોઈ લઈ ન શકે. દેવ-ગુરુ-ધર્મની કૃપા તો બધે વરસે છે. આપણે જો દેવ-ગુરુ-ધર્મને વફાદારસમર્પિત રહીએ તો આપણને તેમની કૃપા પ્રાપ્ત થાય. જો આપણે તેમને બેવફા રહીએ તો આપણને તેમની કૃપા પ્રાપ્ત ન થાય. તેમાં દેવ-ગુરુધર્મનો કોઈ દોષ નથી, આપણો જ દોષ છે. વરસાદ બધે વરસે છે. જે પોતાનું વાસણ સીધું રાખે તેનું વાસણ પાણીથી ભરાય અને જે પોતાનું વાસણ ઊંધું રાખે તેનું વાસણ ખાલી રહે. તેમાં વરસાદનો દોષ નથી. તે વ્યક્તિનો જ તેમાં દોષ છે. ચાલો, આપણે દેવ-ગુરુ-ધર્મને સમર્પિત બનીએ અને સર્વસમૃદ્ધિના આસામી બનીએ. * * * * * ...60... હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ