________________ હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ મુંબઈમાં એક ભાઈ રહેતા હતા. તેમનું એક પ્રિન્ટિંગ પ્રેસ હતું. રોજ સવારે પૂજા કરીને ભાઈ પ્રેસમાં જાય. એક દિવસ કોઈક કારણસર તેમને મોડું થઈ ગયું. તેમને પ્રેસમાં સમયસર જવાનું હતું. ભાઈએ વિચાર્યું કે, “જલ્દીથી પૂજા કરીને પ્રેસમાં જતો રહીશ.' પૂજાના કપડા પહેરીને તે એક ઘરદેરાસરમાં ગયા. ત્યાં પૂજાની લાઈન હતી. ભાઈઓની લાઈમાં વીસેક ભાઈઓ હતા અને બહેનોની લાઈનમાં પચીસેક બહેનો હતી. ભાઈને ઉતાવળ હતી. જો પૂજા કરવા લાઈનમાં ઊભા રહે તો અડધા-પોણા કલાકે પૂજાનો નંબર લાગે અને પ્રેસમાં જવામાં મોડું થાય. તેથી પૂજાની લાઈન જોઈને ભાઈ દૂરથી જ રવાના થયા. પૂજા તો કરવી જ હતી પણ જલ્દીથી કરવી હતી. તેથી તેમણે ત્રીજા માળના એક ઘરદેરાસરમાં જવાનું વિચાર્યું. પેલું ઘરદેરાસર ભોયતળિયે હતું. તેથી પૂજાની લાઈન ઘણી હતી. ત્રીજા માળનું ઘરદેરાસર ઉપર હોવાથી ત્યાં પૂજાની લાઈન નહીં હોય અને પૂજા જલ્દીથી થઈ જશે - એવી ભાવનાથી ભાઈએ ત્રીજા માળના ઘરદેરાસર તરફ જવા ડગ માંડ્યા. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં તેમને વિચાર આવ્યો, “જો હું કોઈ ડોક્ટર પાસે ગયો હોત અને ત્યાં પેશન્ટોની લાઈન હોત તો હું તે લાઈનમાં અવશ્ય બેસત. જો હું દૂધ લેવા ગયો હોત અને ત્યાં દૂધ લેનારાની લાઈન હોત તો હું તે લાઈનમાં અવશ્ય ઊભો રહ્યો હોત. જો વાહનમાં બહાર ગયો હોત અને ટ્રાફિકમાં વાહનોની લાઈન હોત તો હું અવશ્ય તે લાઈનમાં ઊભો રહેત. જો હું પ્રિન્ટિંગનો ઓર્ડર લેવા ગયો હોત અને ત્યાં ઘરાક પાસે બેચાર જણા બીજા કામ માટે બેઠા હોત તો હું અવશ્ય રાહ જોત. આમ સંસારના કાર્યો માટે હું અવશ્ય લાઈનમાં ઊભો રહ્યો હોત, કેમકે લાઈનમાં ઊભા રહેવાથી મારો કોઈક સ્વાર્થ સધાતો હોત. તો પછી ...58... હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ