________________ જેમ બખ્તર પહેરેલા માણસને ગોળી વીંધી શકતી નથી તેમ પરમાત્માની કૃપાનું બખ્તર આત્માને પહેરાવવાથી તકલીફોની ગોળીઓ આત્માને વીંધી શકતી નથી. જેમ સિગ્નલ અને પોલીસની હાજરીમાં એક્સિડંટ થતા નથી તેમ પરમાત્માના સાન્નિધ્યમાં તકલીફોને લીધે દુર્થાન કે સંક્લેશોનો કોઈ અકસ્માત થતો નથી. આમ પરમાત્માના સાન્નિધ્યનું માહાભ્ય સમજીએ અને સંસારી લોકોના સાન્નિધ્યમાં હાનિકારકપણે સમજીએ. પરમાત્માનું સાનિધ્ય અપનાવીએ. સંસારી લોકોનું સાન્નિધ્ય છોડીએ. કાયમ માટે સુખી, સુખી અને સુખી બનીએ. * * * * * દુષ્કર-દુષ્કર આંબાવાડી સંઘમાં મુનિરાજશ્રી સંયમબોધિ વિજયજી મ. સા. ની નિશ્રામાં ઉપકરણવંદનાવલીનો કાર્યક્રમ ચાલતો હતો. એક એક ઉપકરણના ચઢાવા આરાધનામાં બોલાતા હતા. ઓઘાનો ચઢાવો આવ્યો. ચઢાવો બ્રહ્મચર્યપાલનમાં બોલવાનો હતો. બધાને એમ કે બ્રહ્મચર્યપાલન મુશ્કેલ હોવાથી આ ચઢાવો ફેલ જશે. ચઢાવો શરૂ થયો. બે ભાગ્યશાળી સામસામે બોલવા લાગ્યા. પંચધારા પાર્કમાં રહેનારા ભાવિનભાઈ જીવનભર બ્રહ્મચર્ય બોલ્યા. ધર્મપત્નીને પૂછ્યા વિના તે ખૂબ ઉલ્લાસથી આ ચઢાવો બોલ્યા. ઓઘો તેમને અપાયો. ભાવિનભાઈએ ઘરે આવી ધર્મપત્નીને વાત કરી. તેણીએ કોઈ પ્રતિકાર કે ગુસ્સો ન કર્યો. પતિની વાત સ્વીકારી લીધી. ભરયુવાનીમાં 35 વર્ષ આસપાસની વયમાં બન્નેએ જીવનભરનું બ્રહ્મચર્ય સ્વીકાર્યું એ ખૂબ ખૂબ અનુમોદનીય છે. સંસારમાં એક ઘરમાં સાથે રહીને અતિદુષ્કર એવા આ વ્રતનું પાલન કરવું એ વિરલાઓનું કામ છે. બીજાઓએ પણ તેમની જેમ મક્કમ બનવું અને યથાશક્તિ બ્રહ્મચર્યપાલનમાં આગળ વધવું. દુષ્કર-દુષ્કર 57...