________________ ભાત ઊતારવા દાળથી ચાલતું હોય છતાં માણસ સાથે ચટણી, પાપળ, મસાલા, સરબત, મુખવાસ વગેરે ખાય છે. (7) ડોક્ટરે ગોળી લેવાની સાથે જે પરેજી પાળવાનું કહ્યું હોય તે બધી પરેજી માણસ પાળે છે. જ્યારે ભોજનની બાબતમાં માણસ કોઈ પરેજી પાળતો નથી. તે બધું જ ખાય છે. (8) ડોક્ટરે સસ્તી ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ મોંઘી ગોળી લેતો નથી. જ્યારે સસ્તા ભોજનથી પેટ ભરાઈ જતું હોવા છતાં માણસ મોંઘામાં મોધું ભોજન કરે છે. (9) ડોક્ટરે ઓછા પાવરની ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ વધુ પાવરવાળી ગોળી લેતો નથી. જ્યારે સાદા ખોરાકથી પેટ ભરાઈ જતું હોય અને શક્તિ મળી જતી હોય, છતાં માણસ મીઠાઈ અને ફરસાણથી ભારેખમ ખોરાક લે છે. (10) ડોક્ટરે જે ગોળી લેવાનું કહ્યું હોય તે માણસ મેડિકલની દુકાનમાંથી જ લે છે, પણ ગમે ત્યાંથી બનાવટી ગોળી લેતો નથી. જ્યારે ઘરના ભોજનથી ભૂખ શાંત થઈ જતી હોય અને સ્વાથ્ય સુંદર રહેતું હોય છતાં માણસ હોટલો, લારીઓ, રેકડીઓ વગેરેનું ભોજન કરે છે. (૧૧)ડોક્ટરે જે ગોળી લેવાનું કહ્યું હોય તેની expiry date વીતી ગયા પછી માણસ તે દવા લેતો નથી. જ્યારે તાજા ભોજનથી ભૂખ શાંત થઈ શકતી હોવા છતાં માણસ વાસી ભોજન લે છે. (૧૨)ગોળીને માણસ પીપરમેંટની જેમ મોઢામાં ચગળતો નથી પણ સીધી પેટમાં ઉતારી દે છે. જ્યારે ભોજન કરતી વખતે માણસ ટેસ્ટ લેતાં લેતાં અને સબડકા મારતાં મારતાં મજેથી ભોજન કરે છે. (૧૩)ગોળી લીધા પછી તેના સ્વાદની માણસ પ્રશંસા કે નિંદા કરતો નથી. જ્યારે ભોજન કર્યા પછી માણસ તેની પ્રશંસા-નિંદા કરે છે. (૧૪)ગોળી લેતી વખતે માણસની ભાવના એવી હોય છે કે, “રોગ આવ્યો છે, માટે ન છૂટકે ગોળી લેવી પડે છે. સાજો થઈ જાઉં તો તરત ...62... ભોજન = દવા, ભાડું