________________ પૂજાની લાઈનમાં ઊભા રહેવા માટે હું શા માટે તૈયાર નથી થતો ? “પ્રેસમાં જવાનું મોડું થાય છે.” એ તો એક બહાનું છે. બાકી ઉપર કહેલા બધા પ્રસંગોમાં પણ જો પ્રેસમાં જવાનું મોડું થતું હોત તો પણ હું લાઈનમાં ઊભો રહેતા અને કામ પતાવીને પછી જ પ્રેસમાં જાત. જો સંસારના કામ માટે મારી આવી નિષ્ઠા છે તો પૂજા માટે આવી નિષ્ઠા કેમ નથી ? હું પૂજાની લાઈનમાં પણ ઊભો રહીશ. ભલે પ્રેસમાં જવાનું મોડું થાય.” આમ પોતાની જાતને હિતશિક્ષા આપીને મજબૂત સંકલ્પ કરીને ભાઈ અડધા રસ્તેથી પાછા વાળ્યા અને પાછા ભોયતળિયાના ઘરદેરાસરમાં ગયા. 10-15 મિનિટ પસાર થઈ ગઈ હોવાથી પૂજાની લાઈનમાં પ-૧૦ જણાની વૃદ્ધિ થઈ હતી. છતાં તે ભાઈ લાઈનમાં ઊભા રહ્યા. પોણા કલાકે નંબર લાગ્યા પછી પૂજા કરી. - ઘરે જઈ કપડા બદલાવીને પ્રેસમાં ગયા. રોજ કરતા પ્રેસમાં પહોંચવામાં આજે મોડું થયું હતું. તેથી ધંધો ઓછો થવાથી નુકસાનીની સંભાવના હતી. છતાં તે ભાઈને પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા હતી. માટે જ ધંધાને ગૌણ કરીને તેમણે પૂજાને મુખ્ય બનાવી હતી. પ્રેસમાં પહોંચ્યા ત્યારે પ્રેસમાં કામ કરનારા નોકરે કહ્યું, “શેઠ, આજે સવારથી પાવર નથી. તેથી પ્રેસ ચાલુ થઈ શક્યું ન હોવાથી કંઈ કામ થયું નથી.” આ સાંભળીને તે ભાઈને પોતે સાચો નિર્ણય કર્યો તે બદલ આનંદ થયો. તે વહેલા પ્રેસમાં આવ્યા હોત તો બે ય બાજુ નુકસાન થાત-પૂજા જેમ-તેમ ફટાફટ પતાવવાનું થાત અને પ્રેસમાં પાવર ન હોવાથી કામ ન થાત. તેમણે સાચો નિર્ણય કર્યો તેથી તેમને બન્ને બાજુ લાભ થયો. પૂજા નિરાતે થઈ અને પ્રેસમાં મોડા પહોંચવાથી કોઈ નુકસાન ન થયું. તે પ્રેસમાં પહોંચ્યા અને પાંચ મિનિટમાં પાવર આવી ગયો અને પ્રેસ ચાલુ થઈ ગયું. આ જોઈને ભાઈના હૃદયમાં રહેલી પરમાત્મા પ્રત્યેની આસ્થા વધુ મજબૂત થઈ ગઈ. પ્રભુભક્તિનો સાક્ષાત્ પરચો આજે તેમને મળ્યો હતો. પ્રભુપૂજાથી તેમને ધંધામાં કોઈ નુકસાની ન થઈ અને સમયસર પાવર આવી ગયો. હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ ...29...