________________ પરમાત્માનું સાન્નિધ્ય હોય તો તકલીફો જીવને સંતાપ પમાડી શકતી નથી, દુઃખી કરી શકતી નથી અને હેરાન-પરેશાન કરી શકતી નથી. પરમાત્માનું સાન્નિધ્ય બે રીતનું હોય છે - બહારથી અને અંદરથી. પરમાત્માની ભક્તિ કરવી, તેમણે બતાવેલ ધર્મારાધનાઓ કરવી તે પરમાત્માનું બાહ્ય સાન્નિધ્ય છે. પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાબહુમાન રાખવા તે પરમાત્માનું અંદરથી સાન્નિધ્ય. પરમાત્માના સાન્નિધ્યના પ્રભાવથી તકલીફોનો સ્વભાવ ઢંકાઈ જાય છે. પરમાત્માના સાન્નિધ્યમાં તકલીફો જીવને કંઈ પણ કરી શકતી નથી. સંસારી લોકો ઉત્તેજક છે, એટલે કે તકલીફોના કાર્યને વધારનારા છે. તકલીફો આવે ત્યારે જો સંસારી લોકોનું સાન્નિધ્ય હોય તો તકલીફોની શક્તિ વધી જાય છે. ત્યારે તકલીફો જીવને વધુ સંતાપ આપે છે, વધુ દુઃખી કરે છે અને વધુ હેરાન-પરેશાન કરે છે. સંસારી લોકોનું સાન્નિધ્ય પણ બે રીતનું છે - બહારથી અને અંદરથી. સંસારી લોકોની વચ્ચે રહેવું તે તેમનું બાહ્ય સાન્નિધ્ય છે. સંસારી લોકો ઉપર મમત્વ રાખવું, વિશ્વાસ રાખવો તે તેમનું અંદરથી સાન્નિધ્ય છે. સંસારી લોકોના સાન્નિધ્યમાં તકલીફો અનેકગણી વધી જાય છે. સંસારી લોકોના સાન્નિધ્યમાં તકલીફોની તાકાત વધી જાય છે. ટૂંકમાં, તકલીફો વખતે જો પરમાત્માનું સાન્નિધ્ય હોય તો જીવને તકલીફોની કોઈ અસર થતી નથી અને તકલીફો વખતે જો સંસારી લોકોનું સાન્નિધ્ય હોય તો તકલીફો જીવને બેહાલ કરી નાંખે છે. માટે જો તકલીફોમાં પણ સ્વસ્થ રહેવું હોય તો સંસારી લોકોનું સાન્નિધ્ય છોડીને પરમાત્માનું સાન્નિધ્ય સ્વીકારવું જરૂરી છે. બહારથી પણ સંસારી લોકોના પરિચયને ટાળીને પરમાત્માની ભક્તિમાં તરબોળ બની જવું જોઈએ અને અંદરથી પણ સંસારી લોકો ઉપરનો રાગ છોડીને પરમાત્મા પ્રત્યે તીવ્ર બહુમાન અને સમર્પણભાવ ઊભો કરવો જોઈએ. આમ સંસારી લોકોનું સાન્નિધ્ય છૂટી જશે અને પરમાત્માનું સાન્નિધ્ય પ્રતિબંધકને અપનાવો, ઉત્તેજકને છોડો ...55...