________________ સહજ છે. મુ. મતિગુમવિ. મ., મુ. જિનવલ્લભ વિ. મ. અને મુ. આત્મદર્શન વિ. મ. પણ 5 દ્રવ્યો જ વાપરતા. * અંતિમ દિવસ : મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને પ્રસન્ન રાખવા મુ. જિનવલ્લભવિજયજી મ. તેમને અવાર-નવાર હસાવવાના પ્રયત્ન કરે. જીવનના છેલ્લા દિવસે તેઓ ખૂબ હસ્યા. તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં એડ્મિટ કરવાના હતા. પણ બધી હોસ્પિટલો ફૂલ હતી. છેવટે હોસ્પિટલમાં લઈ જવાનું માંડી વાળી ઉપાશ્રયમાં જ સારવાર કરવાનું નક્કી કર્યું. નિખિલભાઈ, કીર્તિભાઈ, સુધીરભાઈ વગેરે ડોક્ટરો આવી ગયા. ડોક્ટરોએ જોતા જ કહ્યું, “હવે અંતિમ આરાધના કરાવો.” * સમાધિમરણ : ચતુર્વિધ સંઘ ભેગો થઈ ગયો. બધાએ નવકારની ધૂન લગાવી. ડોક્ટર સુધીરભાઈએ છેલ્લો નવકાર સંભળાવ્યો. મુ. ધર્મગુમવિજયજી મ. પૂર્ણ સ્વસ્થ હતા. તેમની દૃષ્ટિ છતમાં ચોંટાડેલા શ્રી સીમંધરસ્વામીના ફોટા સન્મુખ હતી. તેમના દર્શન કરતા કરતા રાતે 11.05 વાગે તેઓ દેહપિંજરને છોડીને મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તેમની પાસે જવા માટે નીકળી પડ્યા. વિ.સં. 2066, મહા સુદ 2, તા.૧૭-૧-૨૦૧૭, રવિવારે તેઓ કાળધર્મ પામ્યા. તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર વાસણામાં ધર્મરસિકતીર્થવાટિકામાં થયો. * શુદ્ધિ : આલોચના કરવાની બાબતમાં પણ તેઓ ખૂબ કાળજીવાળા હતા. તેમના ગુરુદેવ જીવિત હતા ત્યાં સુધી તેમની પાસે અને પછી આ.જયઘોષસૂરિ મ. પાસે તેઓ આલોચના કરતા અને પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ થિતા. * ઓલિયાપણું. તેમનો નંબર સમુદાયમાં ઘણો આગળ હતો, છતાં સમુદાયની બાબતોથી તેઓ તદ્દન નિર્લેપ રહેતા. ગુરુદેવ કંઈ સોપે કે પૂછે તો તેઓ કરતા કે કહેતા. બાકી સામે ચાલીને તેઓ કોઈ બાબતમાં ચંચૂપાત કરતા નહીં. પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર 51...