________________ * ગુરુદેવને વફાદાર H તેઓ તેમના ગુરુદેવ આ. ભુવનભાનુસૂરિ મ. ને પૂર્ણ વફાદાર હતા. માથાના દુઃખાવાના કારણે તેઓ જોગ કરી શક્યા ન હતા અને તેથી તેમની પદવી થઈ ન હતી. છતાં તેમને ક્યારેય ઓછું આવ્યું ન હતું કે પદવી ન આપવા બદલ ગુરુદેવ પ્રત્યે દુર્ભાવ થયો ન હતો. આ. ભુવનભાનુસૂરિ મહારાજે તેમને પત્રમાં લખ્યું કે, “જોગ વિના તમને આચાર્યપદવી આપી શકાય, પણ પૂર્વે અન્ય મહાત્માને જોગ વિના આચાર્યપદવી અપાઈ ત્યારે મેં વિરોધ કરેલો. એટલે અત્યારે હું તમને આચાર્યપદવી આપી શકું તેમ નથી.” ગુરુદેવનો પત્ર વાંચીને તેમનું ગુરુદેવ પ્રત્યેનું બહુમાન ઘટ્યું નહીં. તેમને જરાય ખોટું લાગ્યું નહીં. આ જ તેમની મહાનતા હતી. ગુરુદેવે જે કર્યું તેમાં તેઓ પ્રસન્ન હતા. તેમના ગુરુસમર્પણભાવની આ પરાકાષ્ઠા હતી. આસન્નમુક્તિગામી : વિ.સં. ૨૦૩ર માં તેઓ ઉજ્જૈનમાં હતા. ત્યાં રાજમલભાઈ નામના શ્રાવક હતા. તેમના પિતાજી મૃત્યુ પામી દેવયોનિમાં ગયા હતા અને સ્વપુત્રને અવારનવાર પ્રત્યક્ષ થતા-સહાય કરતા. મુ. ધર્મગુપ્તવિજયજી મહારાજે રાજમલજીને કહ્યું કે, “તમે પ્રત્યક્ષ પરચો બતાવો તો માનું.” રાજમલજી અને મહાત્માઓ એક રૂમમાં બેઠા. મુ. ધર્મગુમવિજયજી મ. થી પ-૭ ડગલા દૂર થોડા કાગળો રખાયા. તેમની ઉપર વજન રખાયું. પછી રાજમલજીએ મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને કહ્યું, “તમારે જે પ્રશ્નો હોય તે મનમાં વિચારી લો. તેમનો જવાબ આ કાગળોમાં આવી જશે.” મુ. ધર્મગુમવિજયજી મહારાજે વિચાર્યું, “મારો મોક્ષ ક્યારે થશે ?' રાજમલજીએ ક્રિયા કરી. રૂમમાં પુષ્પવૃષ્ટિ થઈ. કાગળમાં જવાબ લખાઈ ગયો. રાજમલજીએ મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને તે વાંચવા આપ્યો. તેમાં કેસરથી લખ્યું હતું, “આવતા ભવે મહાવિદેહક્ષેત્રમાંથી તમારી મુક્તિ થશે.” આ પ્રસંગ પરથી એવું નક્કી થાય છે કે તેઓ નિકટમુક્તિગામી જીવ હતા. અત્યારે તેઓ મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ આરાધના કરતા હશે. પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર ...49...