________________ તેઓ પડી ગયા. શિષ્યો પકડીને જેમ-તેમ કરી મહેમદાવાદ લાવ્યા. ત્યાંથી તેમને વીલચેરમાં અમદાવાદ લાવ્યા. ચેકિંગ કરાવતા ડોક્ટરોએ કહ્યું કે, “તેમના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા છે.” ટ્રીટમેન્ટથી તેમને સારું થઈ ગયું. ડોક્ટર સુધીરભાઈએ તેમને કહેલું કે, “અમદાવાદની બહાર જશો નહીં. અમદાવાદમાં તાત્કાલિક સારવાર મળી શકશે, બીજે નહીં મળે.' તેમણે 4-5 વર્ષ અમદાવાદમાં પસાર કર્યા. * પેરેલિસિસનો એટેક : એક વાર તેઓ બોડેલી બાજું જતા હતા. તેઓ નિઝામપુરા (વડોદરા) ચોમાસું રહ્યા. પર્યુષણ સુધી તેમની તબિયત સારી હતી. સંવત્સરીના દિવસે તેમને સવારે પેરેલિસિસનો એટેક આવ્યો. સારવાર કરતા સારું થયું. પણ સંવત્સરી પ્રતિક્રમણમાં ફરી પેરેલિસિસનો એટેક આવ્યો. તેમાં તેમના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા. સંવત્સરી પ્રતિક્રમણ ઝડપથી પૂરું કરાવી તેમની ટ્રીટમેન્ટ કરાવી. બીજા દિવસે સવારે તેમની વાચા જતી રહી. તે વખતે વડોદરામાં તેમને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તેવી વ્યવસ્થા ન હતી. તેથી તેમને અમદાવાદ લાવ્યા. ભા. સુદ 8 ના દિવસે આંબાવાડી ઉપાશ્રયમાં તેમને લવાયા. ત્યારે ત્યાં ઉપા. વિમલસેનવિજયજી મ. નું ચોમાસું હતું. મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને હોસ્પિટલમાં એડ્મિટ કર્યા. 20 દિવસ તેમની સારવાર ચાલી. ભા.વદ 30 ના દિવસે તેમને આંબાવાડી ઉપાશ્રયમાં પાછા લાવ્યા. શરૂઆતમાં આંબાવાડી સંઘે કહેલું કે, “ચોમાસું પૂરું થાય ત્યાં સુધી રહેવું.” પણ પછી સંઘે સામે ચાલીને આંબાવાડીમાં જ સ્થિરતા કરવાની વિનંતિ કરી. તેથી તેમને આંબાવાડી ઉપાશ્રયમાં જ રાખવામાં આવ્યા. તેઓ જોઈ શકતા હતા, સાંભળી શકતા હતા, પણ બોલી શકતા ન હતા, હાથ-પગ ચલાવી શકતા ન હતા, પડખું ફેરવી શકતા ન હતા, પોતાના હાથે ગોચરી-પાણી વાપરી શકતા ન હતા. * શિષ્યોએ કરેલ વૈયાવચ્ચઃ તેમની આવી અવસ્થામાં મુ. જિનવલભવિજયજી મ. અને મુ. આત્મદર્શનવિજયજી મહારાજે તેમની અજોડ વૈયાવચ્ચ કરી. તેમના શરીરના પાછળના ભાગમાં ચાઠું ન પડી જાય એટલા માટે પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર ,,