________________ એક વખત સૂર્યોદય પૂર્વે તેમને સપનું દેખાયું કે, “મને કેવળજ્ઞાન થઈ ગયું છે. આનાથી પણ તેમની મુક્તિ નિકટમાં હોય તેવું જણાય છે. * વૈરાગ્ય : જ્યારે તેઓ સાજા હતા ત્યારે એક વાર કુંભોજમાં આ. ભુવનભાનુસૂરિ મ. મળ્યા. ઘણા વર્ષે ભેગા થયા હોવાથી ગોચરી માંડલીમાં ગુરુદેવે તેમને વાપરવા કેરીનો રસ આપ્યો. તેમની આંખમાં આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, “જીવનભર આ વાપર્યું નથી. આપ ન વપરાવો તો સારું.” ગુરુદેવે કહ્યું, ‘તને દુઃખ થતું હોય તો નથી વપરાવતો.” આવો જ્વલંત વૈરાગ્ય તેમના હૃદયમાં ઝળહળતો હતો. * નિર્લેપતા : પોતાની નિશ્રામાં થયેલા અનુષ્ઠાનોની જાહેરાતો તેઓ ક્યારેય છાપાઓ-મેગેઝીનોમાં આપતા ન હતા. ફોટા ન પડાવવાનો તેમનો નિયમ હતો. મદ્રાસમાં એક ભાઈના અઠાઈના મહોત્સવમાં પૂજનમાં તેઓ ગયા હતા. ત્યાં વિડિયો ચાલુ થતા તેઓ ત્યાંથી નીકળી ગયા. આમ પ્રસિદ્ધિથી તેઓ નિર્લેપ હતા. * નિર્દોષ ગોચરી : તેઓ નિર્દોષ ગોચરી-પાણીના આગ્રહી હતા. કારણ વિના દોષિત ગોચરી-પાણી પોતે વાપરતા નહીં અને શિષ્યોને પણ ન વાપરવા માટે પ્રેરણા કરતા. એક વાર મુ. જિનવલ્લભવિજયજી મ. ને વર્ષીતપ કરવાની ભાવના થઈ. તેમણે ગુરુદેવને ભાવના જણાવી. ગુરુદેવે તેમની ચકાસણી કરવા તેમની પાસે બે મહિના ઉપવાસના પારણે એકાસણા કરાવ્યા. પછી જ તેમને વર્ષીતપ કરવાની રજા આપી. તેમાં પણ બિઆસણાના દિવસે કોઈ દોષિત વસ્તુ વાપરવા ન દેતા. સહજ જે મળ્યું હોય તેના દ્વારા બિઆસણું કરવાની પ્રેરણા કરતા. * શિષ્યપાલન H તેઓ શિષ્યોના સંયમપાલનની પણ ખૂબ કાળજી કરતા. શિષ્યને ઓળીનું પારણું થયાને 15 દિવસ થાય એટલે તેઓ તેને તરત પૂછે, “ઓળી ક્યારથી શરૂ કરવાની છે ?' ગુરુદેવ 5 દ્રવ્ય વાપરતા હોય પછી શિષ્યોમાં એ સંસ્કાર આવે તે ...50... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર