________________ ગાડા પ્રમાણે ભાર ગાડા ચાર પ્રકારના હોય છે - (1) ગાડું મજબૂત હોય, બળદ સશક્ત હોય, (ર) ગાડું મજબૂત હોય, બળદ નબળા હોય. (3) ગાડું નબળું હોય, બળદ સશક્ત હોય. (4) ગાડું નબળું હોય, બળદ નબળા હોય. પહેલા ગાડામાં પૂરેપૂરો ભાર નંખાય છે. બીજા ગાડામાં બળદો ખેચી શકે તેટલો ભાર નંખાય છે. ત્રીજા ગાડામાં ગાડું ખમી શકે તેટલો ભાર નંખાય છે. ચોથા ગાડામાં બળદો ખેંચી શકે અને ગાડુ ખમી શકે તેટલો ભાર નંખાય છે. જીવો પણ ચાર પ્રકારના હોય છે - (1) સંઘયણ મજબૂત હોય, ઘીરજ મજબૂત હોય. (2) સંઘયણ મજબૂત હોય, ધીરજ ઓછી હોય. (3) સંઘયણ નબળું હોય, ધીરજ મજબૂત હોય. (4) સંઘયણ નબળું હોય, ધીરજ ઓછી હોય. સંઘયણ = શારીરિક શક્તિ. ધીરજ = માનસિક સ્વસ્થતા. પહેલા જીવને પૂરેપૂરું પ્રાયશ્ચિત્ત અપાય છે. બીજા જીવને તેની ધીરજ ટકે તેટલું પ્રાયશ્ચિત્ત અપાય છે. ત્રીજા જીવને તેનું શરીર ખમી શકે તેટલું પ્રાયશ્ચિત્ત અપાય છે. ચોથા જીવને તેની માનસિક સ્વસ્થતા ટકે અને તેનું શરીર ખમી શકે તેટલું પ્રાયશ્ચિત્ત અપાય છે. આમ જીવની યોગ્યતા મુજબ તેને પ્રાયશ્ચિત્ત અપાય છે. માટે ક્યારેક બીજા કરતા ઓછું-વધું પ્રાયશ્ચિત્ત મળ્યું હોય તો “ગુરુ પક્ષપાતી છે એમ ન વિચારવું, પણ ગુરુએ સમજી-વિચારીને બરાબર પ્રાયશ્ચિત્ત આપ્યું છે એમ વિચારી મનમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધા-સમર્પણ અકબંધ રાખવા. ગાડા પ્રમાણે ભાર ...15...