________________ વધુ કષ્ટદાયક કોણ ? ઘણીવાર લોકો સંયમજીવનને અતિમુશ્કેલ અને અતિભયંકર વસ્તુઓ સાથે સરખાવીને સંયમજીવન ખૂબ જ કષ્ટમય છે એવું પ્રદર્શિત કરે છે. તેઓ સંયમજીવનને આવી ઉપમાઓ આપે છે - સંયમ લેવું એટલે (1) ગંગાનદીને સામા પ્રવાહે તરવા જેવું છે. (ર) તલવારની ધાર પર ચાલવા જેવું છે. (3) લોઢાના ચણા ચાવવા જેવું છે. (4) મેરુપર્વતને ત્રાજવામાં તોલવા જેવું છે. (5) ભયંકર દુશ્મનના સૈન્યને એકલપંડે જીતવા જેવું છે. (6) રાધાવેધ (ફરતી પૂતળીની ડાબી આંખ બાણથી વીંધવી) કરવા જેવું છે. (7) હાથથી મોટા સમુદ્રને તરવા જેવું છે. (8) રેતીનો કોળીયો ખાવા જેવું છે. (9) અગ્નિની જ્વાળાને પીવા જેવું છે. (10) વાયુના કોથળાને ભરવા જેવું છે. મારે એમને કહેવું છે કે જો સંયમજીવન કષ્ટદાયક લાગતું હોય તો સંસારમાં તો અનેકગણા કષ્ટો છે. સંયમજીવન જો ભયંકર લાગતું હોય તો સંસાર તો અતિશય બીહામણો છે. (1) સંયમ લેવું જો ગંગાનદીને સામા પ્રવાહે તરવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ ગંગાનદીના વહેણમાં તરવા જેવું નથી. એ તો સીતાનદીના અતિશય ધસમસતા પ્રવાહની સામે તરવા જેવું છે. (2) સંયમ લેવું જો તલવારની ધાર પર ચાલવા જેવું લાગતું હોય તો સંસારમાં રહેવું કાંઈ ફૂલો પર ચાલવા જેવું નથી. એ તો અતિતીર્ણ અને ધારદાર તલવાર પર ચાલવા જેવું છે. સંયમ લેવું જો લોઢાના ચણા ચાવવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ રસગુલ્લા ખાવા જેવું નથી. એ તો પથ્થરના ચણા ચાવવા જેવું છે. (3) ..28... વધુ કષ્ટદાયક કોણ ?