________________ સંયમજીવનમાં અને સંસારમાં જેની અલ્પતા છે તે જોવું અને તેની બહુલતા છે તે ન જોવું એ મૂર્ખતા નહીં તો બીજું શું છે ? જેની બહુલતા હોય છે તેની જ મુખ્યતા હોય છે. જેની અલ્પતા હોય છે તે ગૌણ બને છે. જેમાં થોડા બીજા રંગો છે અને ઘણો સફેદ રંગ છે એવા કપડાને લોકો સફેદ કપડું જ કહે છે. તેમ જેમાં અલ્પ કષ્ટ અને ઘણું સુખ હોય તે સંયમ જીવનને સુખમય જ કહેવાય અને જેમાં અલ્પ સુખ અને ઘણું દુઃખ હોય તે સંસારીજીવન દુઃખમય જ કહેવાય. વાસ્તવિક્તા આવી હોવા છતાં જે સંયમજીવનને દુઃખમય માને છે અને સંસારીજીવનને સુખમય માને છે તે સંયમજીવનના સુખોથી વંચિત રહે છે અને સંસારીજીવનના દુઃખોનો શિકાર બને છે. વળી, સંયમજીવનમાં જો તમે કષ્ટને જોતા હો તો સંસારીજીવનમાં પણ તમે કષ્ટ જુઓ, બન્નેની તુલના કરો, ઘણા કષ્ટવાળા જીવનનો ત્યાગ કરી અલ્પ કષ્ટવાળા જીવનને સ્વીકારો. જો સંસારીજીવનમાં તમે સુખને જોતા હો તો સંયમજીવનમાં પણ તમે સુખને જુઓ, બન્નેની તુલના કરો, અલ્પ સુખવાળા જીવનનો ત્યાગ કરી ઘણા સુખવાળા જીવનનો સ્વીકાર કરો. સંયમજીવનમાં માત્ર કષ્ટ જ જોવું, સુખ હોવા છતાં ન જોવું, અને સંસારીજીવનમાં માત્ર સુખ જ જોવું, દુઃખ હોવા છતાં ન જોવું એ ન્યાય નથી, અન્યાય છે. તેનાથી તમે બીજાને નહીં તમારી જાતને જ છેતરો છો. સંયમજીવન ચિંતામુક્ત છે. સંસારીજીવન ચિંતાયુક્ત છે. સંયમજીવન સ્વાધીન છે. સંસારીજીવન પરાધીન છે. સંયમજીવન ધન વિના ચાલે છે. સંસારીજીવન ધન પર ચાલે છે. સમયજીવનમાં દેવ-ગુરુની આજ્ઞાનું પાલન કરવાપૂર્વક યોગોની સાધના કરીને આત્મગુણોનો વિકાસ કરવાનો છે. સંસારીજીવનમાં ડગલે ને પગલે આત્મગુણોની કતલ થાય છે, કેટલીય જાતની જવાબદારીઓ નીભાવવી પડે છે, કેટલીય જાતના ભય સતાવતા હોય છે, કેટલીય જાતની ચિંતાઓ મનને વધુ કષ્ટદાયક કોણ ? ...30...