________________ પ્રવર્તક શ્રીધર્મગુમવિજયજી મ.ની જીવન ઝરમર પ.પૂ. પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.સા.ના ગુણાનુવાદ કરીએ - * બાળપણ H વિસનગર અને વાલમની વચ્ચે પૂગામના તેઓ વતની હતા. તેમનું સંસારી નામ કાંતિલાલ હતું. પૂજ્ઞામ રૂપેણી નદીના કિનારે વસેલું છે. પૂજ્ઞામથી વાલમ ચાર કિ.મી. દૂર છે. કાંતિલાલ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ સપનામાં દેવવિમાન જોયું હતું. તેથી ગર્ભમાં સારો જીવ આવ્યાના સંકેત થયા હતા. બાળપણથી માતા-પિતાએ ધર્મના સારા સંસ્કાર નાખેલા. કાંતિલાલ ધર્મમાં દઢ હતા. * જિનપૂજા : તેમના ગામમાં જૈનનું ઘર એક જ હતું. તે એમનું પોતાનું બીજું કોઈ જૈનનું ઘર ગામમાં ન હતું. તેથી દેરાસર-ઉપાશ્રય પણ ગામમાં ન હતા. છતાં કાંતિલાલ દરરોજ 4 કિ.મી. ચાલીને વાલમ પૂજા કરવા જતા અને 4 કિ.મી. ચાલીને પાછા આવતા. પૂજામાં એક પણ દિવસ પાડવાનો નહીં અને રોજ પૂજા માટે 8 કિ.મી. ચાલવાનું - આ સૂચવે છે કે તેમના જીવનમાં પ્રભુભક્તિને કેવું ઊંચું સ્થાન હશે ! 8 વર્ષની ઉંમરે માતાજી દેવલોક થયા. કાંતિલાલના બીજા ચાર ભાઈઓ હતા. માતાના દેહાંત બાદ કાંતિલાલ વડાવલી ફઈને ત્યાં રહેવા ગયા. બાકીના ચાર ભાઈઓ મહેસાણા સ્થાયી થયા. * રાત્રિભોજનત્યાગ : ગામમાં સાધુમહાત્માઓ આવે કે વિહાર કરે ત્યારે ગામના છોકરાઓ-યુવાનો લેવા જાય-મૂકવા જાય. કાંતિલાલ પણ તેમાં જોડાય. 9 વર્ષના હતા ત્યારે કોઈ મહાત્માએ રાત્રિભોજનની ભયંકરતા અને રાત્રિભોજન ત્યાગની ભદ્રકરતા સમજાવતું હંસ-કેશવનું દૃષ્ટાંત કહ્યું. તે સાંભળીને કાંતિલાલે જીવનભર માટે રાત્રિભોજનનો ત્યાગ કર્યો. કંદમૂળ તો તેમણે જીવનમાં ક્યારેય ખાધું જ ન હતું. ગામડાની નિશાળનું ભણતર પૂર્ણ થતાં તેઓ ભણવા માટે ઉદ્ઘાડા ગયા. ત્યાં મેટ્રિક સુધી ભણ્યા. ત્યાર પછી તેઓ ધંધા માટે મુંબઈ ગયા. પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર ...39...