________________ કહ્યું, ‘તમારે અમદાવાદ-જ્ઞાનમંદિરમાં ચોમાસા માટે જવાનું છે. તમારી સાથે મુ. કીર્તિરત્ન વિ.મ. અને મુ. કીર્તિસેન વિ.મ. આવશે.' | મુ.ધર્મગુપ્તવિજયજી મ. બોલ્યા, “મને વ્યાખ્યાન આપતા આવડતું નથી. આજ સુધી એક પણ વ્યાખ્યાન મેં કર્યું નથી. હું ચોમાસું કેવી રીતે કરીશ?” પ્રેમસૂરિ મ. બોલ્યા, “તને વ્યાખ્યાનમાં જરાય વાંધો નહીં આવે. મારા તને આશીર્વાદ છે.” પ્રેમસૂરિ મ. ના આશીર્વાદ લઈને તેઓ જ્ઞાનમંદિરમાં ચોમાસા માટે ગયા. સરસ ચોમાસું થયું. વ્યાખ્યાન માટે તેમને ક્યારેય પણ તૈયારી કરવી પડતી ન હતી. તેમણે વ્યાખ્યાન માટેની કોઈ નોટ બનાવી ન હતી. પ્રેમસૂરિ મ. ને યાદ કરીને તેમનું નામ લઈને તેઓ પ્રવચન શરૂ કરતા અને અસ્મલિત પ્રવાહે તેમનું પ્રવચન સંપન્ન થતું. તેમના પ્રવચનો વૈરાગ્યવર્ધક હતા. તેઓ સ્કૂલો-કોલેજો માં પણ પ્રવચનો કરતા. માથાની પીડાના કારણે તેઓ અંદરમાં ઊતરી ગયેલા. તેથી તેમનો આધ્યાત્મિક વિકાસ ઘણો થયો હતો. માથાની પીડામાં રાહત રહે એ માટે ગુરુદેવે તેમને તેમના ધારેલા પાંચ દ્રવ્યો ઉપરાંત ચાની છૂટ આપી હતી. * અંતર્મુખતા તેઓ અંતર્મુખી હતા. તેથી તેમણે કોઈ ભગત બનાવ્યા ન હતા. તેઓ માનતા હતા કે, “વ્યક્તિના ભગત શાસનને નુકસાન પહોંચાડે છે. તેથી શાસનના ભગત બનાવવા જોઈએ, જેથી શાસનનું આપણી ઉપરનું ઋણ ઊતરે અને શાસનની ઉન્નતિ થાય.” ચોમાસું પૂરું થયા પછી તેઓ ક્યારેય કોઈ શ્રાવકને પત્ર લખતા ન હતા. આમ તેઓ ગૃહસ્થપરિચયથી અલિપ્ત હતા. * બ્રહ્મચર્ય : બ્રહ્મચર્યના વિષયમાં પણ તેઓ ચુસ્ત હતા. કોઈ સ્ત્રી કે સાધ્વીનો તેઓ પરિચય કરતા ન હતા. વિજાતીયની સાથેની નકામી વાતોમાં તેમને રસ નહોતો. શિષ્યોના બ્રહ્મચર્યની પણ તેઓ ખૂબ કાળજી રાખતા. કોઈ શિષ્ય પાસે ક્યારેય સ્ત્રી બેસીને વાત ન કરી શકે એવી એમની કડકાઈ હતી. ...44... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર