________________ માથાની આટલી પીડા વચ્ચે પણ તેઓ સમતાસાગરમાં ઝીલતા અને સ્વસ્થ રહેતા. ગૃહસ્થાવસ્થામાં અનેકવાર સમતાધિકારનો પાઠ કરીને તેમણે જાણે કે સમતાને આત્મસાત્ કરી લીધી હતી. ગૃહસ્થાવસ્થામાં તેમને ખ્યાલ પણ નહોતો કે ભવિષ્યમાં આવી પીડા આવશે. છતાં કુદરતી રીતે જ તેમને સમતાધિકાર બહુ ગમતો. તેના કરેલા પાઠથી તેમને પીડામાં સમતા સહજ બની ગઈ. સતત આટલી પીડા હોવા છતાં ક્યારેય તેમના મુખ ઉપર ગ્લાનિ કે ઉદાસીનતા દેખાતી ન હતી. તેઓ સદા પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેતા હતા. માથાના સતત દુઃખાવા વચ્ચે પણ તેમણે અનેક આરાધનાઓ અને પ્રભાવનાઓ કરી. * શાસ્ત્રાભ્યાસ : તેમણે 45 આગમોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કરેલા ગ્રંથોની તેઓ નોટ પણ બનાવતા. 45 આગમોના ચૂંટેલા શ્લોકો-વાક્યો અને તેમના અર્થો તેમણે લખેલા જે “આગમ-અનુપ્રેક્ષા' પુસ્તક રૂપે છપાયા. * અવધાન : બીજા મહાત્માઓની સાથે તેઓ શતાવધાન શીખતા હતા. 40 અવધાન સુધી તેઓ પહોંચ્યા હતા. પછી માથાના દુઃખાવાના કારણે તેઓ તેમાંથી નીકળી ગયા હતા. * પ્રવચન : તેમનો દીક્ષાપર્યાય 7-8 વર્ષનો હતો ત્યારે પ્રેમસૂરિ મ. નું ચોમાસું સુરેન્દ્રનગરમાં હતું. ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. ત્યારે અમદાવાદ જ્ઞાનમંદિરના ટ્રસ્ટીઓ ચોમાસા માટે સાધુ મોકલવાની વિનંતિ કરવા આવ્યા. પ્રેમસૂરિ મ. કહે, “જે સાધુ આવવા તૈયાર હોય તેને લઈ જાવ.' ટ્રસ્ટીઓએ બધા સાધુઓને એક પછી એક વિનંતિ કરી. પણ પ્રેમસૂરિ મ. નું વાત્સલ્ય, તેમનો પ્રેમ એવો હતો કે કોઈ સાધુ તેમને છોડીને ચોમાસા માટે જવા તૈયાર ન હતા. ટ્રસ્ટીઓએ પ્રેમસૂરિ મ. ને ફરી ફરી ભાવથી વિનંતિ કરી. પ્રેમસૂરિ મહારાજે વિચારીને મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને બોલાવ્યા અને પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર *..43.....