________________ થી તીખાશને મારે રાજસ્થાની લોકો શાકમાં મરચું ઘણું નાખે, તેમાં ગોળ કે સાકર ન નાખે. તે શાક તીખું ન લાગે એટલે તેને ઘીમાં વઘારે. ઘી મરચાની તીખાશને મારી નાંખે છે. તેથી ઘીમાં વઘારેલું ઘણા મરચાવાળું શાક પણ તીખું લાગતું નથી. ઝેર કાતિલ હોય છે. તે પ્રાણ હરી લે છે. તે મારી નાખે છે. પણ અમુક ઔષધો ઝેરની કાતિલતાને મારી નાંખે છે. તેથી ઝેરવાળી વસ્તુમાં તે ઔષધ નાંખી દેવાથી ઝેર મારતું નથી. ભોગો જીવને રાગ કરાવે છે, કર્મો બંધાવે છે, દુઃખો સહન કરાવે છે. વૈરાગ્ય ભોગના રાગને મારી નાંખે છે વૈરાગીને ભોગો ભોગવતા રાગ થતો નથી. જો વૈરાગ્ય નહીં હોય તો ભોગોમાં આસક્ત થઈને જીવ દુઃખી થશે. જો વૈરાગ્ય હશે તો અનાસક્તભાવે ભોગો ભોગવી જીવ દુઃખી થતો બચશે. પહેલા નંબરમાં તો ભોગોનો ત્યાગ જ કરવો. જો ભોગો પ્રત્યે વૈરાગ્ય હોય તો ત્યાગ કરવામાં શું વાંધો ? જો ભોગો ન જ છૂટી શકે અને ન છૂટકે ભોગવવા જ પડે તો પણ વૈરાગ્ય આત્મામાં હશે તો ભોગોનું ઝેર ચડવા નહીં દે. ખાવા, પીવા, બેસવા, ઊઠવા, પહેરવા, ઓઢવા, હાલવા-ચાલવા વગેરે દરેક બાબતમાં વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય છે તો આપણે safe છીએ. વૈરાગ્ય નથી તો ચોક્કસ મરી જવાના. માટે બધે વૈરાગ્ય પેદા કરવો. વૈરાગ્ય પેદા કરવા આત્માને બાર ભાવનાઓથી ભાવિત કરવો. * * * * * ...38... ઘી તીખાશને મારે