________________ પસ્તાવાપૂર્વક પાપ કરવા, સંસારના નીતિ-નિયમો ન પાળવા, શરીરની પંપાળ ન કરવી, શરીર પાસે ગધેડાની જેમ કામ લેવું, તપ-ત્યાગ કરવા, મોજશોખ ન કરવા, સંયમી બનવું, સંતોષી બનવું, સાદાઈથી રવું, અલ્પ સામગ્રી રાખવી, મૂચ્છ ન કરવી, કષાયો ન કરવા, વિષયોમાં આસક્ત ન થવું. રાગ-દ્વેષ ન કરવા, સંકલ્પ-વિકલ્પ ન કરવા વગેરે. જો આમ કરીશું તો સંસારને આપણા પરથી વિશ્વાસ ઊઠી જશે, કેમકે આ બધી પ્રવૃત્તિ તેને ગમતી નથી. તેથી તે આપણા પ્રત્યે તિરસ્કારની લાગણીવાળો થશે. આપણી આ પ્રવૃત્તિઓ વધતી રહી તો સંસારની આપણા પ્રત્યેની નફરત વધ્યા કરશે. એક દિવસ સંસાર આપણાથી કંટાળીને આપણને નોકરીમાંથી કાઢી નાંખશે. આપણે કાયમ માટે મુક્ત બની જઈશું. ટૂંકમાં, સંસારની વફાદારી સંસારમાં રખડાવે છે. સંસાર પ્રત્યેની બેવફાઈ સંસારથી છોડાવે છે. નક્કી આપણે કરવાનું છે કે શું કરવું ? સંસારને વફાદાર બનવું કે બેવફા. યોગ્ય નિર્ણય લઈ પ્રવૃત્તિ કરશો તો સુખી થશો. ગલત નિર્ણય કાયમ માટે દુઃખના ખાડામાં ધકેલશે. ક્ષમાશ્રમણ પહેલા ક્ષમા રાખવામાં ઘણો માનસિક શ્રમ પડે છે. માટે ક્ષમાશ્રમણ” કહેવાય છે (ક્ષમાં રાખવામાં જે શ્રમ પામે તે ક્ષમાશ્રમણ), કેમકે અનાદિકાળથી ક્રોધ કરવાના સંસ્કારો સહજ છે. પછી ક્ષમાના લાભો અને ક્રોધના નુકસાનો વિચારતાં વિચારતાં ક્ષમા સહજ બની જાય છે. માટે “ક્ષમાશ્રમણ” કહેવાય છે. (જે ક્ષમાના આશ્રમ છે, એટલે ક્ષમા જ્યાં સહજ રીતે રહે છે તે ક્ષમાશ્રમણ). ક્ષમાશ્રમણ