________________ આપણે વફાદાર કે બેવફા ? એક ભાઈના ઘરે એક નોકર કામ કરતો હતો. કોઈએ ભાઈને પૂછ્યું, કેટલા વરસથી આ નોકર તમારે ત્યાં છે ?' ભાઈએ જવાબ આપ્યો, '30 વરસથી.” પૂછનારે પૂછ્યું, “આટલા બધા વરસથી એને કેમ રાખ્યો છે ?' ભાઈએ કહ્યું, “એ વફાદાર છે માટે અમે તેને પકડી રાખ્યો છે.” એક ભાઈના ઘરે એક નોકર કામ કરતો હતો. તે વફાદાર ન હતો. પગાર પૂરો લે, પણ કામ બરાબર ન કરે, અધૂરું કરે, ખાડા પાડે, ગુસ્સો કરે. તેથી ભાઈએ તે નોકરને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ બે પ્રસંગો આપણને ઘણું કહી જાય છે - પહેલા પ્રસંગનો સાર - જે વફાદાર હોય તેને શેઠ છોડે નહીં. બીજા પ્રસંગનો સાર - જે બેવફા હોય તેને શેઠ રાખે નહીં. સંસારથી પાર ઊતરવા આ બન્ને સાર ચાવીરૂપ છે. (1) જે સંસારને વફાદાર રહે છે તેને સંસાર છોડતો નથી. સંસારને વફાદાર રહેવું એટલે-સંસારની બધી પ્રવૃત્તિ નિષ્ઠાપૂર્વક દિલ દઈને કરવી - નોકરી કરવી, ધંધો કરવો, ઘર ચલાવવું, ભણવું, હરવું ફરવું, મોજશોખ કરવા, ખાવું-પીવું, શરીરની માવજત કરવી, ગાડી-બંગલા વસાવવા, કષાયો કરવા, વિષયોમાં આસક્ત બનવું, દુર્બાન કરવું વગેરે. જો આ બધી પ્રવૃત્તિઓ perfect કરી, તન્મય બનીને કરી, જાન રેડીને કરી તો સંસાર તમારાથી ખુશ થશે. તેને આવો વફાદાર સેવક ક્યાંથી મળવાનો! તે તમને હંમેશા પાસે રાખશો. તે તમને ક્યારેય છોડશે નહીં. (2) જે સંસારને બેવફા રહે છે તેને સંસાર રાખતો નથી. સંસારને બેવફા રહેવું એટલે - જરૂર પૂરતું કમાઈને ધર્મારાધના કરવી, રસ વિના આપણે વફાદાર કે બેવફા ? 35...