________________ આ આખી વાત ઉપસ્થિત શ્રમણવૃંદ સમક્ષ કહી. સહુને પૂજ્યશ્રીના પ્રભાવ અને પં.વજસેનવિજયજી મ. ની દઢશ્રદ્ધા પ્રત્યે ભારોભાર અહોભાવ થયો. આ પ્રસંગમાંથી આપણને બે વસ્તુ જાણવા મળે છે - (1) સુવિશુદ્ધ સંયમ પાળવાથી એવી લબ્ધિઓ પ્રગટે છે કે તે વ્યક્તિનું નામ લેવા માત્રથી કે તેના વંદનનો સંકલ્પ કરવા માત્રથી રોગો દૂર થાય છે. (2) ધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધા હોય તો ધર્મના પ્રભાવે ભયંકર રોગો પણ દૂર થાય છે. આપણા જીવનમાં પણ સુવિશુદ્ધ સંયમ આવે અને દઢ શ્રદ્ધા આવે તે માટે પ્રયત્ન કરીએ. પૂ. ગચ્છાધિપતિશ્રી આ. જયઘોષસૂરિ મ. અને પૂ.પં. વજસેનવિજયજી મ. આ બન્ને ગુણિયલ મહાપુરુષોને કોટિશઃ નમન કરીએ અને એમના જેવા ગુણો આપણામાં આવે એવી કૃપા વરસાવવા એમને પ્રાર્થના કરીએ. * * * * * દવા જેવું પ્રાયશ્ચિત્ત દવાઓ ચાર પ્રકારની હોય છે - (1) એક દવાથી એક રોગ દૂર થાય. (2) એક દવાથી અનેક રોગો દૂર થાય. (3) અનેક દવાઓથી એક રોગ દૂર થાય. (4) અનેક દવાઓથી અનેક રોગો દૂર થાય. પ્રાયશ્ચિત્ત પણ ચાર પ્રકારના હોય છે - (1) એક પ્રાયશ્ચિત્તથી એક દોષની શુદ્ધિ થાય. (2) એક પ્રાયશ્ચિત્તથી અનેક દોષોની શુદ્ધિ થાય. (3) અનેક પ્રાયશ્ચિત્તોથી એક દોષની શુદ્ધિ થાય. (4) અનેક પ્રાયશ્ચિત્તોથી અનેક દોષોની શુદ્ધિ થાય. દવા જેવું પ્રાયશ્ચિત્ત ...33...