________________ કોરી ખાતી હોય છે. ઘર-પરિવાર-નોકરી-ધંધો-નોકર-ચાકર-માલ-મિલકત વગેરે કેટકેટલું સંભાળવું પડે છે. જો તટસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે તો ચોક્કસ લાગે કે સંયમજીવન એટલે મજાનું જીવન અને સંસારીજીવન એટલે સજાનું જીવન. આજસુધી મૂર્ખાઈ કરી. હવે ડાહ્યા બનીએ. આજસુધી સંયમજીવનને દુઃખમય માની તેનાથી ઘણા દૂર રહ્યા અને સંસારીજીવનને સુખમય માની તેમાં ગળાડૂબ રહ્યા. હવે સાચી વાસ્તવિક્તા જાણીને સંયમજીવનની અભિલાષા અને સંસારીજીવનનો કંટાળો પેદા કરીએ. સંયમજીવન અપનાવીએ અને સંસારીજીવન છોડીએ. સુખી બનીએ અને દુઃખોને તિલાંજલી આપીએ. બસ, હવે આપણા મનમાં બેસી જવું જોઈએ કે સંયમજીવન કરતા સંસારીજીવનમાં કષ્ટ વધુ છે અને સંસારીજીવન કરતા સંયમજીવનમાં સુખ વધુ છે. પછી આપણને લાગશે કે “આજ સુધી હું ખોટી ભ્રમણામાં હતો, સાચું તો હવે સમજાયું અને આપણા મુખમાંથી શબ્દો સરી પડશે “સંસાર કાળો નાગ છે, સંયમ લીલો બાગ છે.” માત્ર શબ્દો જ સરી પડશે એમ નહીં, પણ હકીકતમાં એવો અનુભવ પણ આપણને થશે. વધુ નિર્ભર સમતાપૂર્વક તપ કરવાથી જે નિર્જરા થાય છે તેના કરતા સમતાપૂર્વક રોગની પીડા સહન કરવાથી વધુ નિર્જરા થાય છે. સમતાપૂર્વક રોગની પીડા સહન કરવાથી જે નિર્જરા થાય છે તેના કરતા સમતાપૂર્વક બીજાના આપણી પ્રત્યેના પ્રતિકૂળ આચરણને સહન કરવાથી વધુ નિર્જરા થાય છે. વધુ નિર્જરા ...31...