________________ (4) સંયમ લેવું જો મેરુપર્વતને ત્રાજવામાં તોલવા બરાબર હોય તો સંસારમાં રહેવું કાંઈ રૂને ત્રાજવામાં તોલવા જેવું નથી. એ તો દુનિયાના બધા પર્વતોને ત્રાજવામાં તોલવા જેવું છે. (5) સંયમ લેવું જો ભયંકર દુશ્મનના સૈન્યને એકલપંડે જીતવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ મિત્રની સાથે ફરવા જેવું નથી. એ તો એકસાથે બધા દુશ્મનસૈન્યોને શસ્ત્ર વિના એકલા હાથે જીતવા જેવું છે. સંયમ લેવું જો રાધાવેધ કરવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ બીજાને ફૂલની માળા પહેરાવવા જેવું નથી. એ તો વગર આંખે એક જ બાણથી રાધાની (પૂતળીની) બન્ને આંખો વીંધવા જેવું છે. (7) સંયમ લેવું જો હાથથી મોટા સમુદ્રને તરવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ પાણીમાં છબછબિયા કરવા જેવું નથી. એ તો હાથ ચલાવ્યા વિના સ્વયંભૂરમણસમુદ્રને તરવા જેવું છે. (8) સંયમ લેવું જો રેતીનો કોળીયો ખાવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ કેરી ખાવા જેવું થી. એ તો વિષ્ટા ખાવા જેવું છે. (9) સંયમ લેવું જો અગ્નિની જ્વાળા પીવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ સરબત પીવા જેવું નથી. એ તો દાવાનળને પીવા જેવું છે. (10) સંયમ લેવું જો વાયુનો કોથળો ભરવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ રમકડાનો કોથળો ભરવા જેવું નથી. એ તો આકાશને કોથળામાં ભરવા જેવું છે. આમ સંયમજીવનમાં જો તકલીફો દેખાતી હોય, તો સંસારમાં તો અનેકગણી તકલીફો છે, તે કેમ દેખાતી નથી ? સંયમજીવનમાં અલ્પ કષ્ટ છે અને ઘણો આનંદ છે, છતાં મૂર્ખ મનુષ્યને ઘણો આનંદ દેખાતો જ નથી અને અલ્પ કષ્ટ જોઈને તે સંયમ લેવાથી ગભારાયા કરે છે. સંસારમાં અલ્પ સુખ છે અને ઘણા કષ્ટો છે. છતાં મૂર્ખ મનુષ્યને ઘણા કષ્ટો દેખાતા જ નથી અને અલ્પ સુખને જોઈને તે સંસારમાં ગાંડો બને છે. આ માણસની મૂર્ખાઈ જ છે. વધુ કષ્ટદાયક કોણ ? ...29...