________________ * યુવાવસ્થા : મુંબઈમાં તેઓ ગોડીજીમાં રોજ વ્યાખ્યાન સાંભળવા જતા. તેમની પડોશમાં હરગોવન મણિયાર નામના સુશ્રાવક રહેતા હતા. એક વાર તેમણે પ્રેરણા કરી કે, “લાલબાગમાં મુ. ભાનુવિજયજી મ. પધાર્યા છે. એક વાર તેમનું વ્યાખ્યાન સાંભળવા આવો.” કાંતિલાલ પ્રવચન સાંભળવા ગયા. એક જ પ્રવચન સાંભળીને એમણે મનોમન નક્કી કરી લીધું કે, હું ચારિત્ર તો લઈશ જ અને ગુરુ તો આમને જ બનાવીશ.' 18 વર્ષની ઉંમરે તેમણે પૂ. સુબોધસાગરસૂરિ મ. પાસે જીવનભરનું બ્રહ્મચર્યવ્રત લીધું. સ્વજનોના આગ્રહથી તેમની સગાઈ થઈ. લગ્નનું મુહૂર્ત નીકળ્યું. 4 વર્ષ લગ્ન ઠેલ્યા. ગુરુ તો યોગ્ય પસંદ કર્યા હતા, પણ ગુરુકુળ કેવું છે? તે તપાસવા તે પૌષધ કરતા અને ઉપાશ્રયમાં સાથે રહેતા. ગુરુકુળ પણ અતિઉત્તમ છે એવું જણાતા મુ. ભાનુવિજયજી મ. પાસે જ ચારિત્ર લેવાનું નક્કી કર્યું. * ધનને લાત મારી H તેમના સંસારી ફુવા શ્રીમંત હતા. તેમનું નામ હતું પોપટલાલ કેવળદાસ. તેમણે કાંતિલાલને ગોદ લીધેલા, કેમકે તેમને પોતાને સંતાન ન હતા. તેમણે કાંતિલાલને કહ્યું, “મારી બધી સંપત્તિ તને આપું.” કાંતિલાલે ના પાડી. તેમણે ફુવા પાસે ચારિત્રની રજા માંગી. * દીક્ષા માટે સ્વજનોનો વિરોધ : ફવા કહે, “ધર્મસૂરિજીસમુદાયમાં દીક્ષા લે તો જ રજા આપું, નહીંતર રજા ન આપું.” કાંતિલાલ કહે, “મેં મુ. ભાનુવિજયજી મ. ને ગુરુ નક્કી કર્યા છે. તેમાં કોઈ ફેરફાર નહીં થાય.” ફુવા દીક્ષા માટે રજા ન આપે, વિરોધ કરે. મુ. ભાનુવિજયજી મ. ને ફવાએ ધમકી આપેલી કે, “જો કાંતિલાલને કે મૂલચંદને ભગાડીને દીક્ષા આપશો તો પોલીસમાં ફરિયાદ કરી જેલ ભેગા કરીશ.” તેમની ધમકીથી મુ. ભાનુવિજયજી મ. સહેજ ડરી ગયા. એટલે પહેલા નાના ભાઈ મૂલચંદને ભગાડીને દીક્ષા આપવાનું નક્કી કર્યું. ...40... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર