________________ તેના કરતા પણ વધુ દોષ સેવ્યો હોય તો મૂલ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય. તેના કરતા પણ વધુ દોષ સેવ્યો હોય તો અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય. તેના કરતા પણ વધુ દોષ સેવ્યો હોય તો પારાંચિત પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય. ઓછા દોષની શુદ્ધિ અલ્પ પ્રાયશ્ચિત્તથી થાય છે. વધુ દોષની શુદ્ધિ વધુ પ્રાયશ્ચિત્તથી થાય છે. જેમ જેમ દોષ મોટો હોય તેમ તેમ પ્રાયશ્ચિત્ત વધુ આવે. પ્રાયશ્ચિત્ત આપનારનો આશય એક જ હોય છે - આલોચના કરનારની શુદ્ધિ કરવી. જેટલા પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય તેટલું પ્રાયશ્ચિત્ત તે તેને આપે. તેમાં તેમને આલોચના કરનાર ઉપર કોઈ પક્ષપાત હોતો નથી. વળી, મેલ થોડો હોય કે ઘણો હોય પણ જો તે એકદમ ચોટેલો હોય તો તેને દૂર કરવા ઘણું પાણી જોઈએ અને મેલ થોડો હોય કે ઘણો હોય પણ જો તે ચોટેલો ન હોય, ઉપરછલ્લો જ હોય તો તેને દૂર કરવા થોડું જ પાણી જોઈએ. તેમ દોષ નાનો હોય કે મોટો હોય પણ જો તેનો પસ્તાવો ન હોય તો તેની શુદ્ધિ માટે મોટું પ્રાયશ્ચિત્ત આવે અને દોષ નાનો હોય કે મોટો હોય પણ તેનો પારાવાર પસ્તાવો હોય તો તેની શુદ્ધિ માટે નાનું પ્રાયશ્ચિત્ત આવે. ટૂંકમાં, જેમ જેમ દોષ વધુ તેમ તેમ પ્રાયશ્ચિત્ત વધુ. જેમ જેમ દોષ અલ્પ તેમ તેમ પ્રાયશ્ચિત્ત અલ્પ. જેમ જેમ પસ્તાવો વધુ તેમ તેમ પ્રાયશ્ચિત્ત અલ્પ. - જેમ જેમ પસ્તાવો અલ્પ તેમ તેમ પ્રાયશ્ચિત્ત વધુ. માટે પહેલા નંબરમાં તો દોષ સેવવો જ નહીં. કદાચ દોષ સેવવો પડે તો ઓછામાં ઓછો દોષ સેવવો અને તે પણ તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક સેવવો કે જેથી અલ્પ પ્રાયશ્ચિત્તથી આપણી શુદ્ધિ થઈ જાય. મેલ પ્રમાણે પાણી ...13...