________________ મંડપ = ચારિત્ર મોટી શિલા = મૂળગુણોનો ઘાત સરસવના દાણા = ઉત્તરગુણોના અતિચારો જો મૂળગુણો અને ઉત્તરગુણો અખંડ હોય તો ચારિત્ર પાળી શકાય છે. જો મૂળગુણોનો ઘાત થાય તો ચારિત્ર ભાંગી જાય છે. જો ઉત્તરગુણોનો ઘાત થાય તો ચારિત્ર ભાંગી જતું નથી. તેનું આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા સમારકામ કરવું જરૂરી છે. આલોચના-પ્રાયશ્ચિત્ત કરવાથી ચારિત્ર પાછું પહેલાની જેમ વિશુદ્ધ થઈ જાય છે. જો આલોચના-પ્રાયશ્ચિત્ત ન કરાય તો ધીમે ધીમે અતિચારો વધી જવાથી ચારિત્રનો મંડપ તૂટી જાય છે. ટૂંકમાં, મૂળગુણોના ઘાતથી ચારિત્રનો સંપૂર્ણપણે નાશ થાય છે. દોષોઅતિચારો લાગવાથી ચારિત્રનો નાશ થતો નથી, પણ તેની મલિનતા થાય છે. તેને આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધ કરી દેવાય તો ચારિત્ર સુવિશુદ્ધ થઈ જાય. જો આલોચના-પ્રાયશ્ચિત્ત ન કરાય તો દોષો-અતિચારોની મલિનતા વધતી જાય. તેથી એક દિવસ ચારિત્ર નાશ પામે. વર્તમાનમાં ચારિત્રમાં દોષો-અતિચારો તો લાગ્યા જ કરે છે. સંપૂર્ણ નિરતિચાર ચારિત્ર પાળવું હાલ મુશ્કેલ છે. તેથી જો વારંવાર આલોચનાપ્રાયશ્ચિત્ત કરતા રહીએ તો ચારિત્ર નિર્મળ રહે. માટે, આલોચના-પ્રાયશ્ચિત્તમાં પ્રમાદ ન કરવો, પણ તેમાં સતત જાગૃતિ રાખવી. અવસરે અવસરે આલોચનાપ્રાયશ્ચિત્ત કરીને આત્મા પર લાગેલ દોષો-અતિચારોની ગંદગીને દૂર કરતા રહેવી. * * * * * ક્રોધ-સમતા ક્રોધે ક્રોડ પૂરવ તણું સંજમ ફળ જાય. સમતાએ ક્રોડ પૂરવ તણું સંજમ ફળ થાય. ક્રોધ-સમતા