________________ કરી લઈએ તો તેનાથી સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય અને ફરી મલિનતા ન આવે.' તે વ્યક્તિની દશા ઉપરના દષ્ટાંતમાં કહેલ સૈનિક જેવી થાય છે. સૈનિકે એકસાથે શ્રીમંત બનવાની ઈચ્છાથી ઠાકોરની ટાલ પર ટપલી મારી અને શ્રીમંતાઈ મળવાની બદલે તેને મરણ મળ્યું. તેમ છેલ્લી એક જ આલોચનાથી શુદ્ધિને ઈચ્છતા વ્યક્તિના જીવનમાં નાની નાની આલોચનાઓના અભાવમાં દોષો ખૂબ વધી જાય છે. તેથી છેલ્લે ઘણું પ્રાયશ્ચિત્ત તેણે કરવું પડે છે. જે તે કરી શકતો નથી અને દુર્ગતિમાં પડે છે અને અનંતા મરણોની હારમાળા તે સર્જે છે. વળી છેલ્લે એક આલોચના દ્વારા શુદ્ધિ કરવાનું કહેનાર તે વ્યક્તિ કદાચ અચાનક કોઈ કારણસર મરણ પામે તો આલોચના વિના મરણ પામવાથી તેની ગતિ બગડી જાય. આ વ્યક્તિ પોતાની જાતને જ છેતરે છે. માટે આલોચનાની ઉપેક્ષા ન કરવી. દોષ લાગે કે તરત આલોચના કરી લેવી. જેથી ફરી દોષો સેવવાનું ન થાય, આત્મા સતત જાગ્રત રહે અને ચોખ્ખો રહે. મોટામાં નાનું સમાઈ જાય એક ચોરે ઘણી ચોરીઓ કરી હતી. કોઈના વાસણો ચોર્યા હતા, કોઈના કપડા ચોર્યા હતા, કોઈનું સોનું ચોર્યું હતું, કોઈની ચાંદી ચોરી હતી. એકવાર તે ચોરે રાજાને ત્યાં ખાતર પાડ્યું અને રત્નો ચોર્યા. કોટવાલોએ તેને પકડી લીધો. તેને રાજા સામે લાવ્યા. ત્યારે નગરજનો કહેવા લાગ્યા કે અમારી આ આ વસ્તુ પણ આણે ચોરી છે. રાજાએ તેને રત્નો ચોરવાના દંડરૂપે ફાંસીની સજા આપી. બાકીની ચોરીઓના દંડો આ ફાંસીની સજામાં જ સમાઈ ગયા. જેણે નાના નાના ઘણા દોષો સેવ્યા છે તે વ્યક્તિ પછી મોટો એક દોષ સેવે છે તો તેને તે મોટા દોષનું એક મોટું પ્રાયશ્ચિત્ત અપાય છે અને તેમાં નાના દોષોનું પ્રાયશ્ચિત્ત સમાઈ જાય છે. મોટામાં નાનું સમાઈ જાય ...21...