________________ બુદ્ધિશાળી પરણે નહીં એક યુવતી ભગવાનના મંદિરમાં ગઈ. તેણીએ પ્રભુની ખૂબ ભક્તિ કરી. દરરોજ આવી ભાવભક્તિ તે કરવા લાગી. તેણીની ભક્તિથી ખુશ થઈને એક દિવસ પ્રભુએ તેણીને દર્શન આપ્યા અને કહ્યું, “તારી ભક્તિથી હું તારી ઉપર પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માંગ.” યુવતી ખુશ થઈને બોલી, “પ્રભુ ! જો ખરેખર આપ રીયા હો અને મને મનવાંછિત આપવાના હો તો એક બુદ્ધિશાળી યુવક સાથે મારા લગ્ન કરાવી દો.” યુવતીને એમ હતું કે હમણા પ્રભુ તથાસ્તુ કહેશે અને મને ઈષ્ટપ્રાપ્તિ થશે. પણ પ્રભુ કશું બોલ્યા વિના ચૂપચાપ બેસી રહ્યા. ઊલટું, તેઓ ઉદાસ થઈ ગયા. પ્રભુની આ દશા જોઈને યુવતીએ વિચાર્યું કે, “પ્રભુ મારી ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી લાગતા. માટે જ મૌન રહ્યા છે. પણ પ્રભુ તો સર્વશક્તિમાન છે. મારી ઈચ્છા પૂરવી એ તો તેમના માટે રમત વાત છે. તો પછી પ્રભુ કેમ બોલતા નથી ? કદાચ આ દુનિયામાં કોઈ બુદ્ધિશાળી યુવક નહીં હોય એટલે પ્રભુ મારી પ્રાર્થનાનો સ્વીકાર નહીં કરતા હોય. લાવ, પ્રભુને જ પૂછી જોઉં.” આમ વિચારીને તેણીએ પ્રભુને પૂછ્યું, “પ્રભુ ! શું આપે બનાવેલી આ દુનિયામાં કોઈ બુદ્ધિશાળી યુવક નથી ?' પ્રભુએ કહ્યું, “આ દુનિયામાં બુદ્ધિશાળી યુવકો તો છે જ.' યુવતી બોલી, “તો પછી આપ મારી ઈચ્છા પૂરી કેમ નથી કરતા? આપને ક્યાં વાંધો આવે છે ? પ્રભુ બોલ્યા, “તારી ઈચ્છા છે કે હું તારા લગ્ન બુદ્ધિશાળી યુવક સાથે કરાવું. પણ આ દુનિયામાં બુદ્ધિશાળી યુવકો લગ્ન કરતા નથી. લગ્ન કરનારા મૂરખ હોય છે. તું મૂરખ યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. બુદ્ધિશાળી બુદ્ધિશાળી પરણે નહીં ...23...