________________ યુવકો લગ્ન કરવા ઈચ્છતા નથી. તું જ કહે આ પરિસ્થિતિમાં હું તારી ઈચ્છા શી રીતે પૂરી કરી શકું ?' યુવતી પ્રભુની લાચારી સમજી ગઈ. આ પ્રસંગ આપણને સુંદર પ્રેરણા આપે છે - બુદ્ધિશાળી યુવકે પરણવું ન જોઈએ. તેણે સંયમ લઈ આત્મસાધના કરવી જોઈએ. જે પરણે છે તે મૂરખ બને છે. તે હાથે કરીને પોતાની જાતને સંસારના બંધનમાં બાંધે છે. તે પરણીને એક પરિવાર ઊભો કરે છે અને પછી એ પરિવારના management માં પોતાનું પૂરું જીવન વ્યતીત કરે છે. તેની બધી શક્તિઓ સંસારમાં વેડફાઈ જાય છે. જે મનુષ્યભવ સાધના કરીને આત્મગુણોનો વિકાસ કરવા માટે મળ્યો હતો તેને તે નકામો ગુમાવે છે. સંસાર લાકડાના લાડવા જેવો છે. લાકડાનો લાડવો દેખાવમાં સુંદર હોય છે. તેની સુંદરતાથી મોહાઈને જે તેને મોઢામાં નાંખે છે તેના દાંત ભાંગી જાય છે. લાડવાનો સ્વાદ તો તેને મળતો નથી, ઊલટું દાંત તૂટી જવાનું નુકસાન થાય છે. પછી તે પસ્તાયા કરે છે, લાડવો મોઢામાં ન નાંખ્યો હોત તો સારું થાત.' પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ત્યારે તેના નસીબમાં માત્ર પીડા સહન કરવાનું જ બાકી રહે છે. જો લાડવો મોઢામાં નાંખતા પહેલા તેણે થોડો વિચાર કર્યો હોત કે, “આનું પરિણામ શું આવશે ?' તો પાછળથી તેને પસ્તાવું ન પડત. જે પહેલા વિચાર કરે છે તેને પછી પસ્તાવું નથી પડતું. જે પહેલા વિચાર નથી કરતો તેને પછી અવશ્ય પસ્તાવાનો વારો આવે છે. જે વ્યક્તિ લાકડાના લાડવાના દેખાવમાં મોહાતો નથી, પણ તેનું વાસ્તવિક સ્વરૂપ વિચારે છે તેને તે લાડવો મોઢામાં નાખવાનું મન થતું નથી. પરિણામે તે દાંત તૂટવાની પીડાથી બચી જાય છે અને સુખી થાય છે. સંસાર પણ દેખાવમાં સુંદર લાગે છે. તેથી મોહવશ અજ્ઞાની જીવ તેમાં પડે છે. પણ પડ્યા પછી સંસારની તકલીફો અને વિટંબણાઓથી તે ત્રાસી જાય છે. તેને સંસારમાં સુખ તો મળતું નથી, ઊલટું, દુઃખના ડુંગરો તેની ઉપર તૂટી પડે છે. પછી તે પસ્તાય છે, “આના કરતાં તો સંસારમાં બુદ્ધિશાળી પરણે નહીં ...24...