________________ આમ દોષોની સંખ્યા જુદી જુદી છે અને રાગ-દ્વેષ પણ જુદા જુદા છે, છતાં ગુરુ બધાને સરખું પ્રાયશ્ચિત્ત આપીને બધાની શુદ્ધિ કરે છે. - ટૂંકમાં દોષ સેવતી વખતે જે તીવ્ર કે મંદ ભાવથી દોષ સેવ્યો હોય તેના આધારે પ્રાયશ્ચિત્ત અપાય છે. રાગ-દ્વેષના ભાવ વધુ તો પ્રાયશ્ચિત્ત વધુ. રાગદ્વેષના ભાવ ઓછા તો પ્રાયશ્ચિત્ત ઓછું. | માટે, પહેલા નંબરમાં દોષો સેવવા જ નહીં, કદાચ દોષો સેવવા પડે તો તીવ્ર રસથી ન સેવવા, પણ મંદ રસથી સેવવા, કે જેથી અલ્પ પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધિ થઈ જાય. પ્રાયશ્ચિત્ત માફ એક નગરમાં રાજા અપુત્રીયો મર્યો. રાજ્યના અધિકારીઓએ નવા રાજાને નીમવા અધિવાસિત હાથી અને ઘોડો નગરમાં છૂટા મૂક્યા. આ બાજુ મૂલદેવ ચોરી કરતા પકડાયો. રાજ્યના અધિકારીઓએ તેને ફાંસીની સજા ફરમાવી. તેને નગરમાં ભમાવીને ફાંસીના માંચડા તરફ લઈ જતા હતા. ત્યારે મૂલદેવને જોઈને ઘોડાએ હષારવ કર્યો અને મૂલદેવને બેસવા માટે પોતાની પીઠ નમાવી, હાથીએ સૂંઢમાં પાણી લઈને તેનો અભિષેક કર્યો. સામુદ્રિક શાસ્ત્રના જાણકારોએ કહ્યું કે, “આ મૂલદેવ હવેથી રાજા છે. તેથી તેના ચોરી વગેરેના બધા અપરાધો માફ કરાયા અને તેને રાજગાદી અપાઈ. તે રાજા બન્યો. કોઈ બદ્યુત સાધુએ કોઈ દોષ સેવ્યો. ગુરુએ તેને મોટો દંડ આપ્યો. અચાનક આચાર્ય કાળ કરી ગયા. ગચ્છમાં બીજું કોઈ આચાર્યપદને યોગ્ય નથી. દંડ અપાયેલ બહુશ્રુત સાધુ આચાર્યપદ માટે યોગ્ય છે. તેથી તેને અલ્પ પ્રાયશ્ચિત્ત આપીને કે તેનું પ્રાયશ્ચિત્ત સર્વથા માફ કરીને તેને આચાર્યપદ પર આરૂઢ કરાય છે. પ્રાયશ્ચિત્ત માફ ...19...