________________ આમ વિચારી ગુરુ તેમને પ્રાયશ્ચિત્ત આપે. તે પણ ઘણું માફ કરીને થોડું આપે. આમ અનવસ્થાને અટકાવવા માટે ગુરુ કારણે દોષ સેવનારને પણ થોડું પ્રાયશ્ચિત્ત આપે. * * * * * સારા બનવું રોગીને સાજા દેખાવામાં રસ નથી હોતો, તેને તો સાજા થવું છે. તેમ આપણે પણ સારા દેખાવાની ઈચ્છા ન રાખવી, સારા બનવા પ્રયત્ન કરવા. તેના સ્વરૂપ બની જાવ જેના વિચારો કરો, જેનું ધ્યાન ધરો, આંશિક રીતે તેના સ્વરૂપ બની જાવ. બીજાના દોષો વિચારો, તેનું ધ્યાન કરો તો આંશિક રીતે તેના સ્વરૂપ બની જાવ. લાચારી જેની સિદ્ધભગવંતોને જરૂર ન હોય અને જેના વિના આપણું જીવન ન ચાલે તે આપણી લાચારી છે, કર્મની આપણા ઉપર શિરજોરી છે. ગુરુને છોડવા નહીં एयारिसो खलु गुरू, कुलवहुणाएण णेव मोत्तव्यो / / एयस्स उ आणाए, जइणा धम्ममि जइअव्वं // 94 // - धर्मपरीक्षा પતિ તિરસ્કાર કરે તો પણ કુલવધૂ તે પતિને છોડતી નથી. તેમ ઉચિત ગુણવાળા ગુરુ તિરસ્કાર કરે તો પણ સુશિષ્ય તેમને છોડે નહીં. સાધુએ ઉચિતગુણવાળા ગુરુની આજ્ઞા પ્રમાણે ધર્મમાં યત્ન કરવો જોઈએ. સારા બનવું; તેના સ્વરૂપ બની જાવ; લાચારી; ગુરુને છોડવા નહીં