________________ ભાવ પ્રમાણે પ્રાયશ્ચિત્ત પાંચ વાણિયાઓ સરખા ભાગે વેપાર કરે છે. તેમને 15 ગધેડાનો લાભ થયો. તે ગધેડાઓ ઓછી-વધુ ભાર ઊંચકતા હોવાથી તેમની કિંમત ઓછી-વધુ હતી. તેથી તે પાંચ વાણિયાઓ તે 15 ગધેડાઓના સરખા ભાગ કરી શકતા ન હતા. તેથી તેઓ ઝઘડવા લાગ્યા. તેથી તેઓ એક બુદ્ધિમાન માણસ પાસે ગયા. તેણે તેમને ગધેડાઓની કિંમત પૂછી. તેમણે તે કહી. તે બુદ્ધિમાને કહ્યું, “હું બરાબર ભાગ કરી આપું છું. ધીરજ રાખો, ઝઘડો નહીં.” તેણે 60 સોનામહોરની કિંમતનો એક ગધેડો પહેલા વાણિયાને આપ્યો, 30 સોનામહોરની કિંમતના બે ગધેડા બીજા વાણિયાને આપ્યા, 20 સોનામહોરની કિંમતના ત્રણ ગધેડા ત્રીજા વાણિયાને આપ્યા, 15 સોનામહોરની કિંમતના ચાર ગધેડા ચોથા વાણિયાને આપ્યા અને 12 સોનામહોરની કિંમતના પાંચ ગધેડા પાંચમા વાણિયાને આપ્યા. આમ તેણે બરાબર વહેંચણી કરી. તેથી વાણિયાઓ ખુશ થઈ ગયા. ઉપનય - બુદ્ધિમાન માણસ = ગુરુ વાણિયા = સાધુ ગધેડા = પ્રાયશ્ચિત્ત કિંમત = રાગ-દ્વેષ સાધુઓ તીવ્ર-મંદ અધ્યવસાયોથી દોષો સેવે છે. તીવ્ર રાગ-દ્વેષથી એક દોષ સેવનારને ગુરુ જેટલું પ્રાયશ્ચિત્ત આપે છે તેટલું જ પ્રાયશ્ચિત્ત મંદ રાગ-દ્વેષથી બે દોષ સેવનારને આપે. (તેમાં એક દોષનું પ્રાયશ્ચિત્ત અડધું થયું.) તેના કરતા મંદ રાગ-દ્વેષથી ત્રણ દોષ સેવનારને પણ તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે. (તેમાં એક દોષનું પ્રાયશ્ચિત્ત ત્રીજો ભાગ થયો.) તેના કરતા મંદ રાગ-દ્વેષથી ચાર દોષ સેવનારને પણ તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે. (તેમાં એક દોષનું પ્રાયશ્ચિત્ત ચોથો ભાગ થયો) તેના કરતા મંદ રાગ-દ્વેષથી પાંચ દોષ સેવનારને પણ તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે. (તેમાં એક દોષનું પ્રાયશ્ચિત્ત પાંચમો ભાગ થયો). ભાવ પ્રમાણે પ્રાયશ્ચિત્ત .18...