________________ આલોચના-પ્રાયશ્ચિત્તનું મહત્ત્વ ગાડામાં અમુક અંગો મુખ્ય હોય છે અને અમુક અંગો ગૌણ હોય છે. મુખ્ય અંગો અને ગૌણ અંગો બન્નેથી યુક્ત એવું ગાડું ભારને ઊંચકવા સમર્થ બને છે. જો ગાડાનું કોઈ મુખ્ય અંગ ભાંગી ગયું હોય તો તે ગાડું ભાર ઊંચકી શકતું નથી. તે આખુ ગાડું ભાંગી જાય છે. જો ગાડાનું કોઈ ગૌણ અંગ ભાંગી ગયું હોય તો પણ તે ગાડું ભાર ઊંચકી શકે છે. જો તે ગૌણ અંગને ઠીક કરવામાં ન આવે તો ધીમે ધીમે બીજા ગૌણ અંગો પણ ભાંગી જતા એક દિવસ તે ગાડું નકામું બની જાય છે. | કોઈ મંડપ ઉપર મોટી શિલા નાંખવામાં આવે તો તે મંડપ તૂટી જાય છે. જો તે મંડપ ઉપર થોડા સરસવના દાણા નાંખવામાં આવે તો તે મંડપ તૂટતો નથી. જો તે દાણા કાઢવામાં ન આવે અને નવા નવા દાણા તેની ઉપર નાંખવામાં આવે તો એક દિવસ દાણાનું ઘણું વજન વધવાના કારણે મંડપ તૂટી જાય. ઉપનય - ગાડું = સાધુ મુખ્ય અંગો = મૂળગુણો ગૌણ અંગો = ઉત્તરગુણો ભાર = ચારિત્ર ભાર ઊંચકવો = ચારિત્ર પાળવું મૂળગુણો અને ઉત્તરગુણોથી યુક્ત સાધુ ચારિત્રનો ભાર ઊંચકવા સમર્થ બને છે. જો તેનો કોઈ મૂળગુણ ભાંગી જાય તો તેના બીજા મૂળગુણો પણ ભાગી જતાં તે સાધુ ચારિત્રને પાળવા સમર્થ બનતો નથી. જો તેનો કોઈ ઉત્તરગુણ ભાંગી જાય તો પણ તે ચારિત્ર પાળવા સમર્થ બને છે. આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા તે સાધુ તે ઉત્તરગુણને સમારી દે છે. જો તે સાધુ આલોચના-પ્રાયશ્ચિત્ત ન કરે તો ધીમે ધીમે તેના બીજા પણ ઉત્તરગુણો ભાંગી જાય છે. એમ થતાં એક દિવસ તે સાધુના સર્વ મૂળગુણો અને ઉત્તરગુણો સર્વથા ભાંગી જવાથી તે ચારિત્ર પાળવા સમર્થ બનતો નથી. ..10... આલોચના-પ્રાયશ્ચિત્તનું મહત્ત્વ